7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જલયુક્ત શિવારમાં ગેરરીતિ થઈ હોવાનું સરકારે સ્વીકાર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ જલયુક્ત શિવારના 1300 જેટલા કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું નવા નિમાયેલા જળ સંસાધન પ્રધાન તાનાજી સાવંતે જણાવ્યું હતું. તેમના ખાતામાં ગેરરીતિ થયાની 1300 ફરિયાદ નોંધાયેલી છે અને પ્રાથમિક ધોરણે ફરિયાદોમાં તથ્ય જણાઈ આવ્યું છે. ખાતાએ આ માટે તપાસની માગ કરી હતી અને જોઈન્ટ ડિરેક્ટર દ્વારા આ તપાસ કરવામાં આવશે. એનસીપીના નેતા ધનંજય મુંડેએ એસીબી દ્વારા તપાસની માગ કરી હતી, પરંતુ સાંવતે નકારી હતી. તે બાદ સભાપતિએ સરકારને એસીબીની તપાસ અંગે તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફડણવીસે પણ અગાઉ સ્વીકાર્યું હતું કે જલયુક્ત શિવારના કામમાં ગેરરીતિ થઈ છે, પરંતુ તે બાદ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતાં. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7P6a3C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com