13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દુકાળગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવશે

મુંબઇ: મહારાષ્ટ્ર રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓના શિક્ષણની ફી સીધા ખાતામાં જમા થાય તેવી તૈયારી સરકાર કરી રહી છે, એમ શિક્ષણ પ્રધાન આશિષ શેલારે સોમવારે વિધાનસભામાં ચાલી રહેલા અધિવેશન દરમિયાન કહ્યું હતું.

રાજ્યના દુકાળગ્રસ્ત ગામના વિદ્યાર્થીઓની વિગતો અને બૅંક ખાતા નંબરની સાથે રેવેન્યુ કોડ સહિત અન્ય ડેટા એકત્રિત કરવામાં આવશેે, જેથી જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણની ફીને સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. લેખિત પરીક્ષાની ફી સાથે પ્રેક્ટિકલ પરીક્ષાની ફીનો ખર્ચ પણ માફ કરવામાં આવશે, એવું શેલારે વધુ વિગત આપતાં કહ્યું હતું.

દરમિયાન લોનાવલા હિલ સ્ટેશન પર મળતી પ્રખ્યાત ‘મગનલાલ ચિક્કી’નો મુદ્દો પણ ગૃહમાં ગાજ્યો હતો. ફૂડ એન્ડ સિવિલ સપ્લાઇઝના રાજ્ય પ્રધાન મદન યેરાવારે જણાવ્યું હતું કે, ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં નિયમિત તપાસ દરમિયાન મગનલાલ ચિક્કીની ગુણવત્તા હલકા દરજ્જાની જોવા મળ્યા બાદ મગનલાલ કંપનીના નિર્માણને બંધ કરવાની માગણી કરી હતી. આ કંપની પાસે નેશનલ એક્રેડેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબેરેશન લેબોરેટરીઝ (એનએબીએલ)નું પ્રમાણપત્ર ન હોવાથી પાંચ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત ગયા વર્ષમાં કુલ 1,014 ખાદ્યપદાર્થની કંપનીમાં તપાસ કરવામાં આવી હતી, તે પૈકી 259 કંપનીના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2W18i31
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com