21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બુલેટ ટ્રેનને લીધે 54 હજાર મેનગ્રોવ્સની નીકળશે ખો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કેન્દ્ર સરકારનો અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રના 54,000 મેનગ્રોવ્સનો ભોગ લેશે, જે 13 હેક્ટર જમીનમાં ફેલાયેલા છે. વિધાન પરિષદમાં પરિવહન પ્રધાન દિવાકર રાવતેએ જણાવ્યું હતું કે આ રૂટમાં એક પણ ઝાડ પાડવામાં આવશે નહીં. ટ્રેન માટેના પીલર બહુ ઊંચા હશે અને પર્યાવરણને જાજું નુકસાન થશે નહીં. આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એક મેનગ્રોવ્સના બદલામાં પાંચ ઝાડ વાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતો સારું વળતર મળતા પોતાની જમીન આપવા તૈયાર થઈ ગયા છે. કુલ 1,379 હેક્ટરમાંથી 724 હેક્ટર જમીન સંપાદિત થઈ ચૂકી છે. એક લાખ કરોડનો પ્રોજેક્ટ કેન્દ્ર અને મહારાષ્ટ્ર તેમ જ ગુજરાતની સરકાર જાપાની કંપનીના ફંડની મદદથી હાથ ધરી રહી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7Xph37g1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com