13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સીએમ સહિત પ્રધાનોના બંગલાના પાણીના બિલની બબાલ
રકમમાં તફાવત જણાવતા પૈસા રોક્યા હોવાની સરકારી ખાતાની સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય 18 પ્રધાનના સરકારી બંગલાના પાણીના બિલ ન ભરાયાં હોવાનો વિવાદ બહાર આવતા જાહેર બાંધકામ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે નવેમ્બર, 2018 સુધીના બિલ ભરવામાં આવ્યાં હતાં, પરંતુ મે મહિના અને નવેમ્બર મહિનાના બિલના આંકડાઓમાં તફાવત જણાતા ખાતા દ્વારા પ્રક્રિયા રોકવામાં આવી હતી. આ સાથે આ ખાતાએ એમ પણ જણાવ્યું હતું કે બિલ બંગલાના નામે હોય છે અને કોઈ વ્યક્તિના નામે આપવામાં આવતા નથી. અગાઉ પાલિકાના પાણીના બિલ ન ભરનારા લોકોની યાદીમાં મુખ્ય પ્રધાનના ‘વર્ષા’ બંગલાનું નામ પણ હતું. વર્ષાને આપવામાં આવેલા પાણીના જોડાણના રૂ. 7.44 લાખ બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ બહાર આવ્યું હતું. આ સાથે અન્ય 18 પ્રધાનના નામ પણ સામે આવ્યા હતા.

તે બાદ સરકાર દ્વારા આવેલા નિવેદન અનુસાર તમામ બિલ 2018માં જ ચૂકવી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તે બાદ પ્રક્રિયા રોકવામાં આવી હતી કારણ કે અગાઉના બિલ તેમ જ મે, 2019ના બિલની રકમમાં તફાવત જોવા મળતા પ્રક્રિયા રોકવામાં આવી હતી. તમામ તફાવતોની તપાસ થતાં આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવશે. આ બંગલાઓ સાથે સરકારી ગેસ્ટ હાઉસ સહ્યાદ્રીના બિલની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t67330
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com