21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બેસ્ટ’ને મળશે ₹ 600 કરોડની ગ્રાન્ટ: પાલિકા મહાસભામાં મળી અંતિમ મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ‘બેસ્ટ’ ઉપક્રમને તેમાંથી બહાર કાઢવા માટે રૂ.600 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાના પ્રસ્તાવને સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આખરી મંજૂરી મળી હતી. જોકે બેસ્ટ માટે મૂકવામાં આવેલી શરતોને થોડી હળવી કરવી અને બેસ્ટના કારભાર પર ધ્યાન રાખવાની સૂચના તમામ પક્ષના સભ્યોએ આ વખતે કરી હતી. સામાન્ય સભાની મંજૂરી મળી જવાને કારણે હવે ‘બેસ્ટ’ ઉપક્રમને મળનારી ગ્રાન્ટને આડે રહેલી તમામ અડચણો દૂર થઈ ગઈ છે.

બેસ્ટ ઉપક્રમને આર્થિક મદદ કરવાનો નિર્ણય પાલિકાના ગ્રુપ લીડરની બેઠકમાં મંજૂર થયા બાદ પાલિકા પ્રશાસને રૂ.600 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રાખ્યો હતો. તે મુજબ પહેલા તબક્કામાં 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તો પાલિકા પ્રશાસને રાખેલા નિયમ અને શરતોનું પાલન કર્યું તો જ બાકીની ગ્રાન્ટ આપવામાં આવશે એવી ચોખ્ખા શબ્દોમાં પાલિકાએ ચેતવણી આપી છે. આ બાબતનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે પાલિકાની સામાન્ય સભામાં સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો. તમામ પક્ષના સભ્યોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી પણ ‘બેસ્ટ’ સમક્ષ મૂકવામાં આવેલી શરતો અને નિયમને હળવા કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે ‘બેસ્ટ’ ઉપક્રમને આર્થિક શિસ્ત આવે તે માટે તેના પર ધ્યાન આપવાની સૂચના વિરોધ પક્ષ નેતા રવિ રાજાએ કરી હતી.

----------------------------------------

મિનિમમ ભાડું પાંચ રૂપિયા યોગ્ય

‘બેસ્ટ’નું પ્રવાસી ભાડું મિનિમમ પાંચ રૂપિયા હોવું જોઈએ એવી માગણી તમામ પક્ષના સભ્યોએ કરી હતી પણ તેના તરફ ધ્યાન આપવામાં આવ્યું નહોતું એવી નારાજગી તમામ પક્ષના નગરસેવકોએ વ્યક્ત કરી હતી. મિનિમમ ભાડું આઠ રૂપિયાથી પાંચ રૂપિયા કરવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે પણ ત્રણ મહિનામાં ‘બેસ્ટ’ના કાફલામાં રહેલી બસની સંખ્યા સાત હજાર સુધી કરવાની શરત વ્યવહારીક નથી, તેમાં રાહત આપવી એવી માગણી નગરસેવકોએ કરી હતી.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v1100e5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com