21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જામનગર પંથકમાં ડૅન્ગ્યૂના એક જ દિવસમાં પાંચ કેસ

જામનગર: શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણને કારણે રોગચાળાએ માથું ઊંચકયું હતું. જેમાં તાવ, ઝાડા-ઊલટી સહતિના કેસોમાં વધારો થયો છે. જામનગરની હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીઓના લોહીના નમૂના એકત્ર કરી તપાસમાં મોકલાવાયા પછી પાંચ દરદીઓના ડૅન્ગ્યૂ પોઝિટિવના કેસો સામે આવ્યાં હતા. જામનગર શહેર અને જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર પછી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જેના કારણે કયારેક આગ ઝરતી ગરમી તો કયારેક ધાબડિયું વાતાવરણના કારણે જામનગરની સરકારી હૉસ્પિટલમાં તાવ-ઝાડા-ઊલટી સહિતના રોગના દર્દીઓનો ભરાવો થઈ રહ્યો હતો. હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલી અપાયાં હતાં. જેનો રીપોર્ટમાં પાંચ દરદીઓના ડૅન્ગ્યૂના પોઝિટિવ રીપોર્ટ આવતા પાંચેય દરદીઓને અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. અને જેના પગલે શહેર મનપા દ્વારા રોગચાળો વધુના વકરે તેની તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. ---------------------------------------

સુરેન્દ્રનગરમાં સાધુએ ગાંજાના

254 છોડ ઉગાડયા: એકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરેન્દ્રનગર: જિલ્લા એસઓજી ટીમને મળલી બાતમીના આધારે મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે એસઓજી ટીમે એક વાડીમાં દરોડો પાડતાં અંદાજે 70 ફુટ જમીનમાં વાવેલો 254 જેટલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ધરપકડ કરી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તાજેતરમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી અને રાજ્યમાં કેફી પદાર્થ અને કેફી પીણાનું વેચાણ કરતાં લોકો સામે કડકમાં કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશો આપેલા જેને પગલે અનેક જિલ્લાની પોલીસ હરકતમાં આવી જિલ્લામાં ચાલતા કેફી પાદાર્થોના વેચાણ કે સેવન કરતાં લોકોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતાં ઠેર ઠેર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી ત્યારે આવી એક કેફી પર્દાથનું વાવેતર પોતાના પીવા માટે કરેલાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજીની ટીમને મળતા દરોડો પાડી પ્રભુ ઝેઝરીયા માલિકીની વાડી પાસે ખરાબામાં લીમડો બિલ્લી આંબાની આડમાં ઉગાડેલો 15 કિલો લીલા છોડ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. પ્રભુભાઇ માનસિક અસ્થિર તેમ જ પત્ની હોવા છતા ભગવા કપડા પહેરી એકલવાયું જીવન જીવતો હતો. પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

iu41d0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com