21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગીરનો સાવજ હવે આધુનિક ઉપકરણથી સજ્જ થયો

જૂનાગઢ: હાલ ગીરના વનરાજોનું વેકેશન ચાલે છે, પરંતુ વનવિભાગના કર્મચારીઓ સતત કાર્યરત છે. સિંહોનું લોકેશન હિલચાલ અને તેની ટેરિટરીથી વાકેફ રહેવા માટે તેને રેડિયો કોલર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંગે માહિતી આપતા સી.સી.એફ.ડી.ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, હાલ 19 સિંહોને રેડિયો કૉલરથી આવરી લેવાયા છે. જેમાં ગીરની બોર્ડર ઉપર નજરે પડતા સિંહોનો સમાવેશ થાય છે.જો કે આ કામગીરી ના પ્રથમ તબક્કામાં 75 સિંહોને આવરી લેવામાં આવશે. સિંહોને આ માટે વેટરનરી ડૉકટર દવા, ઇન્જેકશનથી બેભાન કરે છે. તે પછી તેના ગળામાં રેડિયો કોલર પહેરાવી દેવાય છે. સરકાર દ્વારા,સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે જે રુ.350 કરોડ ફાળવવામાં આવ્યા છે. તે પેકી રૂ.7 કરોડના ખર્ચે જર્મનીથી 100 રેડીઓ કોલર મંગાવાયા છે. જેની એકની કિંમત રૂ.6.78 લાખ અને વજન 1 કિલો 700 ગ્રામ જેટલુ હોય છે. આ રેડીયો કોલર 2 થી 5 વર્ષ ચાલે છે. તેની કામગીરી એવી ગોઠવણ કરેલી હોય છે કે, તેમાં ઑટોમેટિક સિસ્ટમ હોય છે. તેમાં એક ગોળ પટ્ટો હોય છે. જે સિંહના ગળામાં પહેરાવાય છે. તેના સિગ્નલથી સિંહનું લોકેશન મળી શકે છે અને તેની ગતિવિધિની જાણકારી સાસણ સ્થિત વનવિભાગ ના ક્ધટ્રોલ રૂમને મળી રહે છે.આમ ગીરનો સાવજ હવે આધુનિક ઉપકરણથી જોડાયો છે.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g8M6jt5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com