13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું: મેવાણીએ 116 દલિતોની યાદી જાહેર કરી

(અમારા પ્રતિનિધ તરફથી)

ગાંધીનગર: વડગામના અપક્ષ ધારાસભ્ય તેમ જ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કચ્છના દલિત સમાજના 116 લોકોની યાદી જાહેર કરી તેમની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી હતી. આ યાદી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગને આપી હતી. મેવાણીએ જણાવ્યું હતું કે, બોટાદમાં માજી-સરપંચની હત્યા થઈ તેમના પર પહેલા પણ હુમલા થયા હતા, પરંતુ સરકાર તેમને સુરક્ષા પૂરી પાડી ન હતી. કચ્છના રાપરમાં છેલ્લાં 35 વર્ષથી માથાભારે તત્ત્વોએ દલિતોની જમીન પચાવી પાડી છે. આ મામલે કચ્છના એસપીનું વલણ સહકારભર્યું છે, પરંતુ રેવન્યૂ વિભાગની ઉદાસીને કારણે કોઈ નિરાકરણ આવતું નથી. કૉંગ્રેસ કે પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, જો તેઓ દલિતોની રક્ષા નથી કરી શકતા તો તેમણે ડૂબી મરવું જોઈએ. મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું એટલા માટે અગાઉથી સરકારને જાણ કરીને રક્ષણની માગણી કરું છું. કચ્છમાં મામલતદારની હાજરીમાં માથાભારે શખ્ાસોએ 116 દલિતોને ધમકી આપી હતી. જે મામલે રાજ્યના ચીફ સેક્રેટરી જે. એન. સિંહને જાણ કરી હતી. ચીફ સેક્રેટરીએ આ મામલે મેં જણાવ્યું હતું કે, આ મામલે કચ્છ અધિકારીઓ સાથે જે જમીનની ફાળવણી થઈ છે તે જમીનનો સરવે હજુ ચાલુ છે. કચ્છ કલેકટર સાથે વાતચીત કરવામાં આવી છે. દલિતોને ફાળવેલી જમીનો વહેલી તકે સોંપી દેવામાં આવશે. સાથે જ ચીફ સેક્રેટરીએ જિજ્ઞેશ મેવાણી લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમજ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ રાજ્યના તમામ લોકોની મદદ માટે

તત્પર છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15501l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com