| ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક: નીતિન પટેલ |
| અમદાવાદ: આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યને ફાટક મુક્ત બનાવવું. જે અંતર્ગત રાજ્યમાં જ્યાં પણ ફાટકો છે તેની ઊંચાઈ બને એટલી ઊંચી રાખવી. રાજ્યના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો દ્વારકા, સોમનાથ, પાવાગઢ, ડાકોરને સ્પર્શતા તમામ હાઈવે ફોરલેન બનાવવાનું લક્ષ્યાંક છે. જેનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે એવું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા આયોજિત એવૉર્ડસ 2019 વિતરણ સમારંભમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. ભારત સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારતના વિકાસ માટે પોર્ટ સેક્ટર, રોડ સેક્ટર, એરપોર્ટ સેક્ટર, હિમાલયન રેન્જમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વિશેષ માંગ છે જેને પૂરી કરવા સરકારે 6 લાખ કરોડની ફાળવણી કરી છે, જે આગામી વર્ષોમાં વર્ષે 10 લાખ કરોડ સુધી લઈ જવાશે. આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની પડખે હંમેશાં ઊભી રહે છે અને આપણી મદદ હંમેશાં કરી છે, તો આપણી ફરજ બને છે કે આપણે ઉચ્ચ ગુણવત્તાની ક્વોલિટીવાળા કામ સમયસર પૂરા કરી ગુજરાતનું નામ પૂરા વિશ્ર્વમાં રોશન કરવું જોઈએ. આપણા કોન્ટ્રાકટર્સ એસોસિયેેશનના સભ્યોની સંખ્યા વધતી જતી હોવાથી આગામી દિવસોમાં જીસીએ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે. ----------------------------------------
વડોદરાના ટીમ્બી તળાવમાં 30થી વધુ કાચબા, સાપ અને માછલીઓનાં મોત
અમદાવાદ: વડોદરા નજીક આવેલા ટીમ્બી તળાવમાં છ કાચબા, સાત સાપ અને 20થી વધુ માછલીઓ મોત થયા હોવાની ઘટના ઘટી હતી. આ જળચર પ્રાણીઓના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી, પરંતુ ફિશિંગ વખતે નેટમાં ફસાઇને અથવા પ્રદૂષણને કારણે જળચર પ્રાણીઓના મોત થયા હોવાની આશંકા દર્શાવામાં આવી હતી. વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી અવલોકન માટે ટીમ્બી તળાવ ખાતે ગયા ત્યારે તળાવના કિનારે મરેલા જળચર પ્રાણીઓને જોતા તેમણે ઝુઓલોજી વિભાગના પ્રોફેસરને જાણ કરતા જણાવ્યું હતું કે, ટીમ્બી તળાવ ફિશિંગ કરવા માટે સુરક્ષિત નથી છતા તળાવમાં ફિશિંગને કારણે નેટમાં ફસાઇને જળચર પ્રાણીઓ મર્યાં હોય તેવુ લાગે છે. ઉપરાંત પાણીમાં પ્રદૂષણને કારણે પણ જળચર પ્રાણીઓના મોત થયા હોઇ શકે. જોકે વનવિભાગની તપાસ બાદ જ જળચર પ્રાણીઓના મોતનું સાચું કારણ બહાર આવશે. ઉ |
|