21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ ગેરલાયક ઠેરવવાની કૉંગ્રેસની અરજી: હાઈ કોર્ટે નોટિસ આપી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ કૉંગ્રેસથી છેડો ફાડી લોકસભા ચૂંટણીમાં નુકસાન કરાવનાર અલ્પેશ ઠાકોરના ધારાસભ્યપદને ગેરલાયક ઠેરવવા કૉંગ્રેસે કાર્યવાહી કરવા શરૂઆત કરી દીધી હતી અને ધારાસભ્યપદ રદ કરવા ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી અને અલ્પેશનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા કૉંગ્રેસે કરેલી અરજીને હાઈ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમ જ અરજી પર કાર્યવાહી કરવા માટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અર્જન્ટ નોટિસ ઈસ્યુ કરી હતી અને વધુ સુનાવણી આગામી તા. 27મી જૂને હાથ ધરાશે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી પહેલા એટલે કે, તા. 6 એપ્રિલે પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેણે કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું, પરંતુ ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું હતું. લોકસભાની ચૂંટણીઓમાં પાટણ, બનાસકાંઠા બેઠક પર લોકસભામાં કપરાં ચઢાણ જોતા ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી હતી. ઉત્તર ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પુન: ‘ઓપરેશન બનાસ’ સક્રિય કરીને ખેલ પાડી અલ્પેશને ભાજપ તરફી કર્યો હતો અને છેલ્લા બે દિવસ તેણે ભાજપનો પ્રચાર કર્યો હતો. તેમ જ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદરમાં સભા કરતાં પક્ષ વિરોધી કાર્યને પગલે કૉંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય લઈ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. તેમ જ કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિધાનસભાના અધ્યક્ષને આવેદનપત્ર આપી ધારાસભ્ય પદેથી દૂર કરવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા ગુજરાત હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેની સુનાવણી સોમવારે હાથ ધરાતાં હાઈ કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખી વિધાનસભાના અધ્યક્ષને નોટિસ પાઠવી વધુ સુનાવણી આગામી તા.27મી જૂનના દવસે રાખી હતી.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m7sg7o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com