21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમદાવાદમાં એક રાતમાં તોફાન સાથે સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો
અનેક ઠેકાણે ઝાડ અને ભૂવા પડ્યા

અમદાવાદ: શહેરમાં રવિવારે મોડી રાત્રે સરેરાશ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો તેનાં કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા હતા. સૌથી વધારે વરસાદ દક્ષિણ ઝોનમાં પડતા અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 100 મી.મી. થયો છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાના કારણે અમદાવાદમાં પૂર્વ ઝોનમાં 39 મી.મી, પશ્ર્ચિમ ઝોનમાં 20 મી.મી., ઉત્તર-પશ્ર્ચિમ ઝોનમાં 25 મી.મી, દક્ષિણ-પશ્ર્ચિમ ઝોનમાં 32 મી.મી., મધ્ય ઝોનમાં 23 મી.મી, દક્ષિણ ઝોનમાં 45 મી.મી. વરસાદ પડતા સરેરાશ એક ઈંચ વરસાદ પડતા શહેરમાં સિઝનનો કુલ 100 મી.મી. વરસાદ નોંધાયો હતો. સાથે વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડવાના અનેક બનાવો નોંધાયા છે. ફાયર બ્રિગેડને આખી રાતમાં 10થી વધુ કોલ મળ્યા હતા. શહેરમાં 15થી વધારે જગ્યાએ ઝાડ પડવાના બનાવ નોંધાયા છે. જેમાં ચાણક્યપુરી, મેમનગર, નારોલ-ઇસનપુર રોડ, ગોળ લીમડા, ખાનપુર, ભુલાભાઈ ચાર રસ્તા, ગોતા ફલાયઓવર, કાંકરિયા, શાહીબાગ પોલીસલાઈન, વેજલપુર, વસ્ત્રાપુર વિસ્તારોનો સમાવેશ થાય છે. ઝાડ પડવાના બનાવોની સાથે શહેરના પૂર્વમાં આવેલ સીટીએમ વિસ્તારમાં રસ્તામાં કરેલા ખોદકામને કારણે એક ટ્રકનું વ્હિલ જમીનમાં ઊતરી ગયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

at8gMK
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com