21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાત વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા: આરોપીની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના નરેલા વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર બળાત્કારની અને ત્યાર બાદ તેનું ગળું દબાવી હત્યા કરવાની ઘટના બનતા ચકચાર જાગી છે.

14 જૂનના રોજ આ બનાવ બન્યો હતો. આરોપી બાળકીને ટિકરી કુડ વિસ્તારના પાર્કના સિવેજ પ્લાન્ટ પાસે લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારી તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. આરોપીની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ બાળકી 15 જૂનના રોજ ગુમ થઇ હતી. બીજા દિવસે તેની લાશ નરેલા વિસ્તારના જયંતિ વિહારના સીવેજ પ્લાન્ટ નજીકથી મળી આવી હતી. પોસ્ટ મોર્ટમમાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું અને તેને ગળું દબાવી મારી નાંખી હોવાનું સ્પષ્ટ થયું હતું, એવી પોલીસે માહિતી આપી હતી. તપાસમાં પડોશી સામે શંકાની સોય દોરાઇ હતી. તપાસ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે કેટલાક દિવસથી તેની પત્ની ઘરે નથી. તેણે બાળકીને જોઇ હતી અને તેને ‘ફ્રૂટી’ અપાવવાના બહાને સીવેજ પ્લાન્ટ પાસે લઇ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાળકીના અને આરોપીના પરિવાર એકબીજાને ઓળખતા હતા. બાળકી આરોપીને મામા કહેતી હતી. તે અવારનવાર તેને ચૉક્લેટ, બિસ્કિટ આપતો હતો. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8WD736
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com