26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્લાસ્ટિક વેસ્ટની આયાત પર ઑગસ્ટથી પ્રતિબંધ: જાવડેકર

નવી દિલ્હી: 2019થી પ્લાસ્ટિક વેસ્ટની આયાત બંધ કરવામાં આવશે તેવું કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે સોમવારે કહ્યું હતું. રાજ્યસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે ‘ઑગસ્ટ 2019થી પ્લાસ્ટિક વેસ્ટની આયાત બંધ કરવાનો અમે નિર્ણય કર્યો છે.’ પર્યાવરણના રક્ષણ માટે અને હવાનું પ્રદૂષણ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં બાબતમાં પર્યાવરણ પ્રધાન રાજ્યસભામાં પ્રશ્ર્નકલાક દરમિયાન માહિતી આપી રહ્યા હતા. પ્રશ્ર્નકલાકમાં પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં જાવડેકરે કહ્યું હતું કે દેશમાં પ્રતિદિન 20000 ટન પ્લાસ્ટિક વેસ્ટ બને છે, જેમાંથી ફક્ત 13000-14000 ટન જેટલું જ એજન્સીઓ ભેગું કરી શકે છે. સ્કૂલની નર્સરીમાં બાળકોને વૃક્ષો ઉગાડવાનું શિક્ષણ આપવામાં આવે છે. શહેરમાં આવેલા જંગલ વિસ્તારનું લોકભાગીદારીથી ફેન્સિંગ કરવામાં આવશે, તેવું તેમણે કહ્યું હતું. 2016માં કેન્દ્ર દ્વારા વેસ્ટ મૅનેજમેન્ટના છ નિયમ જાહેર કરવામાં આવ્યા હતા. સોલીડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ઈ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ, સી એન્ડ ડી વેસ્ટ (ક્ધસ્ટ્રક્શનનો મિશ્ર કચરો) જોખમી વેસ્ટ એમ છ વેસ્ટના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, તેમ જાવડેકરે કહ્યું હતું.

-------------------------------------------

પાકની રાવી નદીમાં વાહન ખાબકતા 14 વ્યક્તિ તણાયાં



પેશાવર: પહાડી રસ્તા પરથી પાકિસ્તાનની રાવી નદીમાં એક વાહન ખાબકતા થયેલા અકસ્માતમાં 14નાં ડૂબીને મોત થયાં હતાં.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં રવિવારે આ અકસ્માત થયો હતો. વાહનમાં કુલ 21 વ્યક્તિ પ્રવાસ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુુસાર ખરાબ હવામાનને લીધે વાહન નદીમાં પડયું હતું. પડતા વાહનમાંથી સાત જણ કૂદી ગયા હતા અને મામૂલી ઇજા સાથે તેઓ બચી ગયા હતા.

પોલીસ અને સ્થાનિકોએ બચાવકાર્ય કર્યું હતું. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x4r0uS
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com