26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફટાકડા ફોડનારની અદાલતે ઝાટકણી કાઢી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરીને રાતે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર શખસને દિલ્હીની અદાલતે એક આરોપ માટે દોષી ઠેરવ્યા બાદ બીજા આરોપ માટે એને જામીન આપ્યા હતા. અતિરિક્ત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જિતેન્દ્રસિંહે દિલ્હીના રહેવાસી મયંકસિંહને આઇપીસીની કલમ 188 હેઠળ દોષી ઠેરવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે મયંકની સરકારી કર્મચારીનો આદેશ ન માનવા બદલ ઝાટકણી કાઢીને એના જામીન મંજૂર કર્યા હતા. જજે જણાવ્યું હતું કે ફટાકડા ફોડવાના આરોપની સુનાવણી બાકી હોવાથી મને લાગે છે કે આ મામલે એની ઝાટકણી કરવાથી કલમ 188 હેઠળના આરોપનો ન્યાય થયો ગણાશે.

કેસની વિગત પ્રમાણે 7મી નવેમ્બર, 2018ની રાતે 10 વાગ્યા બાદ મયંકને ફટાકડા ફોડતો જોઇને સબ-ઇન્સ્પેક્ટર ખજાનસિંહ અને કોન્સ્ટેબલ હઝારીલાલે અટકાવ્યો હતો, પણ એ ફટાકડા ફોડતો અટકયો નહોતો.

(પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4wEfe8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com