26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૉંગ્રેસે મોદીને મોટા સ્ોલ્સમેન કહ્યા:ભાજપ કહે છે, જનતાના ચુકાદાનો આદર કરો

નવી દિલ્હી: રાષ્ટ્રપતિના સંબોધન અંગેની ચર્ચા દરમિયાન સોમવારે લોકસભામાં ભાજપ અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક ઝરી હોવા વચ્ચે કેન્દ્રના પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓને જનતાના ચુકાદાનો આદર કરવા જણાવ્યું હતું તો કૉંગ્રેસે મોદીને મોટા સેલ્સમેન લેખાવ્યા હતા.

રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર દરખાસ્ત માટે શાસક ભાજપે સારંગીની પસંદગી કરી હતી અને તેમના કલાક લાંબું ભાષણ મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીયતાની પ્રશંસાથી ભરેલું હતું જેને કારણે તેમણે વિપક્ષનો રોષ વહોરી લેવો પડ્યો હતો.

ઓડિશાથી પ્રથમ જ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા સારંગીએ જે લોકો ‘વંદે માતરમ’ સૂત્રમાં નથી માનતા તેમને ભારતમાં રહેવાનો અધિકાર છે કે નહીં એ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે દેશમાં ટુકડે ટુકડે ગેંગને સહન કરી લેવામાં નહીં આવે.

મોદીની ટીકા કરવી એ એક વ્યક્તિનું માથુ હિમાલય સાથે અફળાવવા જેવી બાબત હોવાનું લેખાવી તેમણે બાલાકોટ હવાઈહુમલાનો પુરાવો માગવા બદલ વિપક્ષ પર એમ કહીને પ્રહાર કર્યો હતો કે આ તો કોઈ વ્યક્તિને તે જેને પિતા તરીકે સંબોધે છે તેને પિતા કહેવા માતા પાસે પુરાવો માગવાનું જણાવવા બરાબર છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે દેશના ટોચના પરિવારના વંશવાદના રાજકારણ સામે સામાન્ય વર્ગમાંથી આવેલી મોદી જેવી એક વ્યક્તિને ચૂંટી કાઢવાના જનતાના ચુકાદાનો વિપક્ષે આદર કરવો જોઈએ.

મોદીની પ્રશંસા કરવાને મામલે તમામ મર્યાદા ઓળંગીને તેમની સરખામણી સ્વામી વિવેકાનંદ સાથે કરવા બદલ કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ સારંગી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાનું માર્કેંટિંગ કરવામાં નિષ્ફળ રહી હતી જ્યારે મોદી મોટા અને વધુ સારા સેલ્સમેન પુરવાર થયા હતા જેને કારણે ભાજપ ફરી સત્તા પર આવી શક્યો હતો. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

600474
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com