26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીવાના પાણીની કટોકટીનો પ્રશ્ર્ન ઉકેલવા રાજ્યસભામાં માગણી

નવી દિલ્હી: રાજ્યસભામાં સોમવારે પીવાના પાણીની કટોકટીનો પ્રશ્ર્ન ઊભો કરાયો હતો. શૂન્યકાળ દરમિયાન ભાજપના સત્યનારાયણ જતિયાએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અગાઉ જ પાણીની કટોકટી છે. આ સમસ્યા હવે વધુ એરિયામાં વિસ્તરી છે. દેશના વિભિન્ન ભાગમાં પીવાના પાણીની સમસ્યા છે તે ઉકેલવા ત્વરિત દરમિયાનગિરી કરવાની માગણી કરાઈ છે. રેઈન વોટર હારવેસ્ટિંગ અને નદીઓને ઈન્ટરલિન્ક બાબતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી.

પીવાના પાણીની કટોકટી દૂર કરવા કાયમી ઉકેલની જરૂર છે. પાંચ મોટી નદીને ઈન્ટરલિન્ક કરવાના પ્રોજેક્ટ પ્રાધાન્યતાના ધોરણે હાથ ધરવા સૂચન કર્યું હતું.

ભાજપના અન્ય સભ્ય અશોક બાજપેયીએ કહ્યું હતું કે આગામી વર્ષે દેશમાં પાણીની કટોકટી સર્જાશે, એવું નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે તેનું ધ્યાન દોર્યું હતું.

સમાજવાદી પક્ષના રેવતી રમણસિંહે કહ્યું હતું કે પાણીની કટોકટીનો ઉકેલ તાત્કાલિક ધોરણે શોધવાની જરૂર છે. ભાજપના સરોજ પાંડેએ જણાવ્યું હતું કે રેઈન વોટર હારવેસ્ટિંગ વિશે જનતામાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે.

રાજ્યસભાના ચેરમેન વૈંકયા નાયડુએ કહ્યું હતું કે પીવાના પાણીનો ઉઠાવેલો પ્રશ્ર્ન ઘણો મહત્ત્વનો છે. આ મુદ્દે વધુ ચર્ચા માટે મંજૂરી આપવા તેઓ તૈયાર છે. કૉંગ્રેસના ટી. એસ. રેેડ્ડીએ વધતી વસ્તી અને તેના કારણે રોજગારી, પર્યાવરણ અને ઈકોનોમી પર થતી અસર વિશે ચિંતા દર્શાવી હતી. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8r0Wi8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com