6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગ્વાલિયર ઍરબેઝને વૉર થિયેટરમાં ફેરવી નાખ્યું
કારગિલ યુદ્ધના વીસ વર્ષની ઉજવણી ક ‘ટાઈગર હિલ’ વિજયની નાટકીય ભજવણી કરી

ગ્વાલિયર: કારગિલ યુદ્ધના વીસ વર્ષ પૂરાં થયાં તેની સ્મૃતિમાં સોમવારે ભારતીય હવાઈ દળે ગ્વાલિયર ઍરબેઈઝ પર કેટલાંક દિલધડક ઓપરેશનનું નિર્દેશન દર્શાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ડ્રાસ-કારગિલ વિસ્તારમાં કરાયેલા ટાઈગર હિલ હુમલાનું પ્રતીકાત્મક નિર્દેશન કરાયું હતું. એક ‘કૃત્રિમ’ પ્રતીકાત્મક પહાડીને ઉડાવી દેવામાં આવી હતી અને તે માટે આઈએએફ (ઈન્ડિયન ઍરફોર્સ) દ્વારા મિરાજ 2000 વિમાન અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પાંચ મિરાજ 2000, બે મિગ 21, એક સુકોઈ 30 એમકેઆઈ ગ્વાલિયર ઍરબેઈઝ પર ગોઠવવામાં આવ્યા હતા. તાજેતરની બાલાકોટ ઍરસ્ટ્રાઈકમાં વપરાયેલો સ્પાઈસ બૉમ્બ એક મિરાજ 2000 વિમાનમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યો હતો.

ઍર ચીફ માર્શલ બીએસ ધનોઆ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા.

‘ઓપરેશન વિજય’માં ભાગ લેનારા જાબાંઝોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ જાબાંઝોને યુદ્ધ પછી બહાદુરી માટેના એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે ‘ટાઈગર હિલ પરથી દુશ્મનોને હટાવવા ભારતીય સૈન્ય દળોએ ખૂબ જ હિંમતપૂર્વક કામગીરી બજાવી હતી.’ એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ‘ઊંચા પહાડો વચ્ચે જંગમાં હવાઈ તાકાતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે કારગિલ યુદ્ધમાં જોવા મળ્યું હતું. ભારત ચઢિયાતી હવાઈ તાકાત તરીકે ઊભરી રહ્યું છે તે કારગિલ યુદ્ધમાંથી સમજી શકાય છે.’

ટાઈગર હિલમાં છુપાયેલા દુશ્મનોને લક્ષ્ય બનાવવા મિરાજ 2000 વિમાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજયના ભાગરૂપે આઈએએફ દ્વારા ‘ઓપરેશન સફેદ સાગર’ હાથ ધરવામાં આવ્યું હતું.

25 જુલાઈથી 27 જુલાઈ 2019 દરમિયાન કારગિલ વિજય દિવસના વીસ વર્ષની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીમાં અને જમ્મુ-કાશ્મીરના ડ્રાસમાં સૈન્ય દ્વારા સંખ્યાબંધ કાર્યક્રમો યોજવામાં આવશે. 14મી જુલાઈએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી ‘વિજય જ્યોત’ યાત્રા કાઢવામાં આવશે જે 11 નગરોમાંથી પસાર થઈ ડ્રાસમાં આવેલા ‘કારગિલ વોર મેમોરિયલ’માં સુધી લઈ જવામાં આવશે. દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા અને બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા આ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, તેવું એક અધિકારીએ કહ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W11V3R3l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com