26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વેપારીની 24 લાખની રોકડ સાથે રફુચક્કર થયેલો નોકર પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કાંદિવલીના વેપારીએ મિત્ર સુધી પહોંચાડવા આપેલી 24 લાખની રોકડ સાથે રફુચક્કર થઈ ગયેલા નોકરને પોલીસે પકડી પાડ્યો હતો.

કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દિનેશકુમાર બન્સરાજ જૈસ્વાર (34) તરીકે થઈ હતી. તેની પાસેથી તફડાવેલી રકમમાંથી 17 લાખ રૂપિયા હસ્તગત કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી વિનોદ કાંતિલાલ પટેલ (49) અને તેમના ભાગીદાર વિપુલ વસાએ તેમના મિત્ર ભાવેશ શાહ પાસેથી વ્યવસાયાર્થે 24 લાખ રૂપિયા લીધા હતા. લીધેલા રૂપિયા શાહને પાછા આપવાના હોવાથી પટેલે તેના નોકર જૈસ્વારને 24 લાખ રૂપિયા એક બૅગમાં ભરીને આપ્યા હતા.

કહેવાય છે કે શાહને રૂપિયા આપવા 13 જૂને નીકળેલો જૈસ્વાર ફરાર થઈ ગયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3vX2Q07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com