21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડ્રંક એન્ડ ડ્રાઇવ દારૂ પીને વાહન ચલાવનારાની સંખ્યા ઘટી, 20 કરોડના દંડની વસૂલાત

મુંબઇ: દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા વાહનચાલકોની સંખ્યામાં છેલ્લાં બે વર્ષની તુલનામાં ઘટાડો નોંધાયો હોવાની જાણકારી મળી હતી. વર્ષ 2014થી એપ્રિલ 2019 સુધી 74,034 દારૂના નશામાં ધૂત ડ્રાઇવરો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી 20.72 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દારૂ પીને વાહન ચલાવવાને કારણે વધી રહેલા અકસ્માતની સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે વર્ષ 2014થી ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મુંબઇ રિજનમાં ઠેકઠેકાણે લગાવવામાં આવેલા સીસીટીવી અને નાકાબંધીને કારણે ડ્રાઇવરોના લાઇસન્સ રદ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવાને કારણે આવા પ્રકારના કેસમાં ઘટાડો થયો હતો. ખાસ કરીને 26થી 30 વર્ષની વયના ડ્રાઇવરોએ દારૂના નશામાં ગાડી ચલાવનારા લોકોની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષનો છેલ્લો દિવસ એટલે કે થર્ટી ફસ્ટ પાર્ટીની ઉજવણી વખતે દારૂ પીને ગાડી ચલાવનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

વર્ષ દારૂડિયાઓની સંખ્યા દંડ (રૂપિયામાં)

2014 13,247 3,70,42,800 2015 15,175 4,02,46,400

2016 17,227 4,29,18,250

2017 20,205 3,94,31,600

2018 9,622 2,69,61,800

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4407y1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com