26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કંબોડિયામાં તૂટી પડેલા મકાનના કાટમાળમાંથી બે વ્યક્તિ જીવતી બચાવાઇ
મૃતકોની સંખ્યા વધીને 25 થઇ

સિંહાનોકવિલે: કંબોડિયામાં બે દિવસ અગાઉ તૂટી પડેલા મકાનના કાટમાળમાંથી સોમવારે બે વ્યક્તિને જીવતી કાઢવામાં આવી હતી. આ હોનારતમાં મરનાર વ્યક્તિની સંખ્યા વધીને 25 થઇ હતી. કાટમાળ નીચે હજુ વધુ લોકો જીવતા હોવાની આશા હવે ઘટતી જાય છે.

ચીનના રોકાણથી ચારે તરફ ચાલી રહેલા બધા જ બાંધકામોની સાઇટ પર જઇને સઘન તપાસ કરવાના આદેશ વડા પ્રધાન હ્યુન સેને આપ્યા છે.

મકાન શનિવારે તૂટયું હતું અને બે દિવસ બાદ કાટમાળની નીચેથી કોઇ જીવતું નીકળશે એવી આશાથી વિપરીત બે વ્યક્તિ જીવતી મળી આવી હતી.

દુ:ખી જણાતા વડા પ્રધાન સેને સોમવારે વહેલી સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

સેનના ફેસબુક પેજ પ્રમાણે રાજ્યના રાજ્યપાલ યુન મીને આ હોનારતને પોતાની મેનેજરીયલ ભૂલ ગણાવીને રાજીનામું આપ્યું હતું.

આ મામલે ચીનના ત્રણ નાગરિક અને કંબોડિયાના જમીન માલિકની આ અકસ્માત વિશે વધુ પૂછતાછ માટે અટક કરવામાં આવી હતી.

નજીક રહેતા નાગરિકોએ જણાવ્યું હતું કે જેટલી ઝડપથી આ ચીની મકાનો બંધાઇ રહ્યા છે, એ જોતાં અમને ચિંતા થતી હતી કે આવા મકાનો કેટલા વર્ષ ટકશે?

એક જમાનાના શાંત માછીમાર ગામમાં ડઝનેક કેસીનો ખૂલ્યા બાદ એમાં રમવા આવતા ચીની નાગરિકોને રહેવા માટે ચીનના રોકાણથી આડેધડ મકાનો બંધાવા માંડયા છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના જણાવ્યા અનુસાર કંબોડીયામાં અંદાજે બે લાખથી વધુ બાંધકામના ક્ષેત્રના અકુશળ કારીગરો છે અને તેઓ રોજમજૂરિયા છે તથા કોઇપણ યુનિયન સાથે સંકળાયેલા નથી. અહીં ચીનના ફાળવેલા ફંડને આધારે ચાલતી યોજનાઓ માટે હજારો ચીની નાગરિકો પણ કામ કરી રહ્યા છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

T80844
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com