27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બીમાર’ પાકને કતાર પાસેથી ત્રણ અબજ ડૉલરની ‘બેઈલ આઉટ’ ખેરાત

દોહા: પાકિસ્તાનને આર્થિક બીમારીમાંથી બેઠું કરવા કતાર દેશ ત્રણ અબજ ડૉલરનુું રાહત પેકેજ આપશે. ક્રૂડ ઑઈલના કારણે કતાર સમૃદ્ધ દેશ બન્યો છે.

કતારના અમીર શેખ તમીમ બીન હમાદે પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ વેપાર, એન્ટી મની લોન્ડરિંગ અને આતંકીઓને ફંડ પર અંકુશ મૂકવાના કામ કતાર સહકાર આપશે.છેલ્લા 11 મહિનામાં પાકિસ્તાનને આર્થિક મંદીમાંથી બહાર કાઢવા અગાઉ ત્રણ દેશોએ મદદ કરી છે. કતાર ચોથું રાષ્ટ્ર છે. અગાઉ ચીને 4.6 અબજ ડૉલરની લોન આપી છે. સાઉદી અરેબિયાએ ત્રણ અબજ ડૉલરની મદદ કરી છે. ત્યારબાદ યુએઈ તરફથી બે અબજ ડૉલરની સહાય થઈ છે.

કતારના વિદેશ પ્રધાન શેખ મોહમદે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. કતારે ડિપોઝિટ અને રોકાણ દ્વારા ત્રણ અબજ ડૉલરની મદદ કરી છે. કતારના અમીર શેખને પાકિસ્તાને સૌથી મોટું સન્માન - એવૉર્ડથી નવાજયા હતા. બંને દેશો વચ્ચે વેપાર ઉદ્યોગ માટે કરાર થયા હતા. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y2R06mMJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com