6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આવકવેરા વિભાગે ₹ 64700 કરોડના રીફન્ડ આપ્યાં: નાણાં પ્રધાન

નવી દિલ્હી: લોકસભામાં સોમવારે એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2019ના 1, એપ્રિલથી 18 જૂન સુધીમાં આવકવેરા વિભાગે રૂ. 64700 કરોડના રિફન્ડ ઈસ્યુ કર્યા છે. 2018-19ના નાણાંકીય વર્ષમાં રૂ. 1.61 લાખ કરોડ છૂટા કરાયા હતા.

2018-19ના એસેસમેન્ટ વર્ષ માટે 6.49 કરોડ ઈ-રીટર્ન સુપરત થયા છે. જે અગાઉના વર્ષ કરતા 18.65 ટકા વધુ છે. સરકારે નાના કરદાતા સહિત તમામ કરદાતાના રિફન્ડ ઈસ્યૂને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે.

0.5 ટકાથી પણ ઓછા આઇટી રિટર્ન સ્ક્રૂટીની માટે પસંદ કર્યા છે. મોટાભાગના રિટર્નનું પ્રોસેસિંગ ઝડપી થયું છે અને રિફન્ડ ઈસ્યુ થયા છે. કરદાતાને 26.9 કરોડ એસએમએસ અને ઈ-મેઈલ મોકલાયા હતા. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4nDt34R
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com