26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફાઇનાન્શિયલ સેવિંગમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 14 ટકાએ પહોંચ્યો

મુંબઇ: ફાઇનાન્શિયલ એસેટમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 2016ના 10 ટકાની સામે 2018માં વધીને 14 ટકાએ પહોંચ્યો હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 10 વર્ષથી વધુ સમય પછી હવે એક મહત્ત્વના સ્તરે પહોંચ્યો છે અને દેશના જીડીપીમાં પણ અગત્યનો હિસ્સો બન્યો છે.

રોકાણકારો પાસે પણ ફંડોમાં અનેક વિકલ્પ ઊભા થયા છે તો સમજણ અને જાગૃતતા પણ વધી છે. સેબીએ રોકાણકારોને યોગ્ય માર્ગદર્શન મળે તે દિશામાં પગલાં લીધાં છે તો બીજી તરફ ફંડોની કામગીરીમાં પારદર્શકતા દે તેવાં કડક પગલાં પણ ભર્યાં છે.

ફંડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ મે 2019ને અંતે રૂ. 25.43 લાખ કરોડની સપાટીએ પહોંચી છે જેમાં છેલ્લા એક વર્ષમાં બે લાખ કરોડનો વધારો જોવાયો છે. મે 2018ને અંતે રૂ. 23.48 લાખ કરોડના સ્તરે હતી.

એવી જ રીતે છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી સંબધિત યોજનાઓમાં રોકાણની ટકાવારી 41.4 ટકાથી વધીને 41.8 ટકા થઈ છે. છેલ્લા એક વર્ષમાં લિક્વિડ અને મની માર્કેટમાં રોકાણ વધ્યું હતું જે 20.4 ટકાથી વધીને 24 ટકાએ પહોંચ્યું હતું. જ્યારે આઇએલએફએસની ક્રાઇસિસને કારણે ડેટ સંબધિત યોજનામાં રોકાણ 34.5 ટકાથી ઘટીને 28.8 ટકાના સ્તરે આવ્યું હતું.

વ્યક્તિગત રોકાણકારો માટે ઇક્વિટી સૌથી પસંદગીનું સાધન રહ્યું છે અને તેઓનો હિસ્સો 68 ટકાનો રહ્યો છે. જ્યારે આનાથી તદ્દન વિરૂદ્ધ સંસ્થાકીય રોકાણ મની માર્કેટ અને ડેટ યોજનાઓમાં 78 ટકાનું જોવાયું છે.

આ અંગે મ્યુચ્યુઅલ ફંડના સંગઠનનું કહેવું હતું કે, રોકાણકારો ટૂંકા ગાળા કરતાં લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ વધુ પસંદ કરતા હોવાથી તેઓનું ઇક્વિટીમાં એક્સપોઝર વધુ છે, જ્યારે કોર્પોરેટ્સ કે સંસ્થાકીય રોકાણકારો ટૂંકા ગાળાની અવધિનાં સાધનોને વધુ પસંદ કરે છે જેથી તેઓ ટૂંકા ગાળાના પોતાના ગોલને પહોંચી વળે. આને કારણે બંને ક્લાસનો રોકાણ અભિગમ જુદો જુદો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

VU8u1kHc
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com