26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સરકાર નેશનલ કૂલીંગ પ્લાન લાવશે

બિઝનેસ બિટ્સ



મુંબઇ: સરકાર ઔદ્યોગિક અને ઘરેલું ક્ષેત્રે ઊર્જા બચત તેમ જ તેના ઉચ્ચત્તમ ઉપયોગના હેતુસર નેશનલ કૂલીંગ પ્લાન લાવી રહી છે જેમાં જેનું તાપમાન 24 ડીગ્રીથી વધુ ન થઇ શકે એવા એસી લાવવામાં આવશે, એવી માહિતી ઇન્ડિયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રીજરેટીંગ એન્ડ એર કન્ડિશનીંગ એન્જિનિયર્સ (ઇશરે)ના સિમ્પોઝિયમમાં અપાઇ હતી. ઇશરેએ પણ વન ડીગ્રી ચેલેન્જ સ્કીમ શરૂ કરી છે જેમાં લોકોને એસીનુ તાપમાન એક ડીગ્રી વધારવા પ્રેરવામાં આવે છે. સરકાર અફોર્ડેબલ એસી લાવવાની યોજના ધરાવે છે અને એ માટે ઓકશનમાંથી ક્ધવર્ટર એસી ખરીદવામાં આવ્યાં છે. સરકાર આ એસી પર સબ્સિડી આપશે.

મંધાના માટે 20 ટકાનું સર્કિટ ફિલ્ટર

મુંબઇ: બીએસઇએ રોકાણકારો માટે જાહેર કરેલી માહિતી અનુસાર 21 જૂન, 2019થી અમલી બને એ રીતે અહીં જણાવેલી સાત કંપનીઓના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યું છે. મંધાના ઈન્ડસ્ટ્રીઝ લિ.ને 20 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. અગ્રવાલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન લિ અને બારટ્રોનિક્સ ઈન્ડિયા લિ.ને 10 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. ઝેનોટેક લેબોરેટરીઝ લિ, જૈન ઈરિગેશન સિસ્ટમ્સ લિ, મેટલિસ્ટ ફોર્જિંગ્સ લિ અને વનલાઈફ કેપિટલ એડવાઈઝર્સ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.

એનટીપીસી - પાવરગ્રીડનું સંયુક્ત સાહસ

મુંબઇ: એનટીપીસી લિ.એ જણાવ્યું છે કે ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ હાથ ધરવા માટે સંયુક્ત સાહસ કંપનીની સ્થાપના કરવા કંપની અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.એ સરખે સરખી ભાગીદારી (50:50ના પ્રમાણમાં)નો સંયુક્ત સાહસ કરાર કર્યો છે.

ઈન્ફોસિસે બાય બેક શેર્સ રદ કર્યા

ઈન્ફોસિસ લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ બાય બેક કરેલા પાંચ રૂપિયાની કિંમતના 67,72,000 ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સ રદ કર્યા છે અને ત્રીજી જૂન, 2019થી 12 જૂન, 2019 દરમિયાન પાંચ રૂપિયાની કિંમતના (ફિઝિકલ ફોર્મમાં) કોઈ પણ ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સ બાય બેક કરવામાં આવ્યા નહોતા.

હિન્દુસ્તાન એરોનેટિક્સમાં ડિવિડંડ

મુંબઇ:બીએસઇને રેગ્યુલ્ોટરી ફાઇલિંગમાં જણાવ્યાં અનુસાર હિન્દુસ્તાન એરોનેટિક્સ લિ.ની બોર્ડ મીટિંગ 28 જૂન, 2019ના રોજ યોજાશે, જેમાં નાણાકીય વર્ષ 2018-19 માટે અંતિમ ડિવિડંડની ભલામણ કરવામાં આવશે.

બોમ્બે ડાઈંગના સીએફઓનું રાજીનામું

મુંબઇ: બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિ.એ બીએસઇને રેગ્યુલ્ોટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર વિષ્ણુ સુંદરરાજન પેરુવંબાએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે.

હમિંગ બર્ડના ડિરેક્ટરનું રાજીનામું

મુંબઇ: હમિંગ બર્ડ એડ્યુકેશન લિ.એ બીએસઇને રેગ્યુલ્ોટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રિશિ ખન્નાએ 19 જૂન, 2019ના રોજ તેમના પદેથી રાજીનામું આપ્યું છે.

મારિકોમાં ઈક્વિટી શેર્સની ફાળવણી

મુંબઇ: મારિકો લિ.એ બીએસઇને રેગ્યુલ્ોટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે કંપનીએ 20 જૂન, 2019ના રોજ ઈસોપ 2016 હેઠળ સ્ટોક ઓપ્શનના ઉપયોગ પર એક રૂપિયાની મૂળ કિંમતના 80,000 ઈક્વિટી શેર્સની ફાળવણી કરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54w187e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com