21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જનસેવા પછી જળસેવા

ફોકસ-કલ્પના મહેતા



નામ છે એનું કપૂર સિંહ છિકારા. સમજણો થયો ત્યારથી જ સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના દિલ-દિમાગને ઘેરી વળી હતી. જરૂરી ભણતર પૂરું કરીને ભાઇ જોડાઇ ગયા પોલીસ દળમાં. દિલ્હી શહેર ગુનાખોરી માટે નામચીન ગણાય છે. કપૂર સિંહનો સમય અપરાધીઓનો પીછો કરવામાં તેમ જ એમની ધરપકડ કરવામાં જ મોટે ભાગે પસાર થઇ રહ્યો હતો. કામ ચોકસાઇપૂર્વક થઇ રહ્યું હતું, પણ પોતાના કામથી એને સંતોષ નહોતો. સમાજ માટે બહેતર કામ કઇ રીતે કરી શકાય એના વિચારો જ એને આવ્યા કરતા હતા. સમાજ માટે સાર્થક બનવાની તમન્ના હતી. બહુ વિચાર કર્યા પછી એક દિવસ પોલીસ દળની હેડ કૉન્સ્ટેબલની નોકરી છોડવાનું મનોમન નક્કી કરી લીધું. આ વાત આજથી સાત વર્ષ પહેલાની એટલે કે ૨૦૧૨ની છે. નોકરીના ૨૦ વર્ષ પૂરા થયા હતા એ સમયે અને નિવૃત્તિનું વર્ષ હતું ૨૦૨૬.

સમાજના ઉત્કર્ષ માટે કયો પ્રોજેક્ટ હાથમાં લેવો એ વિશે વિચારતા વિચારતા જળ સંરક્ષણ માટે કંઇક કરવાની ઇચ્છા બળવત્તર બની. મિત્રો સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી પોતાના ગામના સૂકાઇ ગયેલા તળાવને ફરી જળાશય બનાવવાનો નિર્ધાર કર્યો અને એમાં તેને સફળતા મળી. આ કામ ચાલી રહ્યું હતું ત્યારે ભાઇને ખબર પડી કે પોતાના ગામના સૂકાઇ ગયેલા નાનકડા પાંચ તળાવોને પૂરી દેવાનો વિચાર સરકાર દ્વારા થઇ રહ્યો છે. કપૂર સિંહે ગામવાસીઓને એકઠા કરીને આંદોલન ચલાવ્યું અને તળાવ પૂરી દેવાના સરકારી પ્રયત્નો નિષ્ફળ બનાવી દીધા. આજે પાંચેય તળાવો હવે પાણીથી છલકાઇ ગયા છે. બીજા છ તળાવોને પુનર્જીવિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. દિલ્હીના પાણીના સંકટ વિશે તેમ જ આસપાસના વિસ્તારનો કપૂર સિંહે ખાસ્સો અભ્યાસ કર્યો છે. તેણે આપેલી માહિતી મુજબ ૧૯૪૭માં દિલ્હીની આસપાસના ગામડાંઓમાં ૧૦૧૨ તળાવ હતા. વસતિ વધારો થવાને પગલે આશરે ૪૫૦ તળાવ ખતમ થઇ ગયા. કેટલાક તળાવો પૂરાઇ ગયા અને ત્યાં રહેઠાણો ઊભા થઇ ગયા. હવે જે તળાવો બચ્યા છે એમાંથી અડધો અડધ તો સૂકાઇ ગયા છે. આ બધા તળાવોને જળાશય બનાવવાનો કપૂર સિંહનો પાક્કો નિર્ધાર છે. એનું તો માનવું છે કે દિલ્હીમાં એવા ૫૦૦ તળાવ છે જે વરસાદના પાણીથી ફરી કાર્યરત થઇ શકે એમ છે. જો જળસમસ્યા પર ગંભીર રીતે વિચાર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં દિલ્હીમાં પાણીની કટોકટી ઊભી થઇ શકે છે જેને કારણે લોકોમાં તણાવ નિર્માણ થઇ શકે છે એવી એની દલીલ છે. ટૂંકમાં આ ભાઇ જનસેવા પછી હવે જળસેવામાં વ્યસ્ત થઇ ગયા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c03G5D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com