7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેમિકલ એન્જિનિયર

ક્રાઈમ ફાઈલ-રવિ રાજવહી ગયેલી વાત....

(ન્ોશનલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં ભરતભાઈ શાહન્ો કોઈ અજાણ્યા શખ્શો કિડન્ોપ કરી અવાવરુ જગાએ લઈ જાય છે અન્ો ખૂબ મારે છે. બ્ો દિવસમાં રાજીનામું આપવાની ધમકી આપ્ો છે. ભરતભાઈ પત્ની ખ્યાતી, ભાઈ જીગર અન્ો બહેન ધરતીન્ો જાણ કરે છે. બધા કેસ કરવાની ના પાડે છે. પણ ત્ોમ છતાં બધાની જાણ બહાર ભરતભાઈ મહાવીર નગર પોલીસ સ્ટેશન્ો જાણ કરે છે. ઈન્સપ્ોક્ટર યાદવના કહેવાથી ભરતભાઈ રાજીનામું આપી દે છે અન્ો પોલીસ કેસ અંગ્ો પરિવારમાં કે કંપનીમાં કોઈન્ો જાણ નથી કરતાં. ઈ. યાદવ ખબરીઓ દ્વારા તપાસ કરે છે, કંઈ હાથ નથી લાગતું. આખરે રૂબરૂ તપાસ કરે છે છતાં કંઈ મળતું નથી. પચ્ચીસ દિવસ પસાર થઈ જાય છે. ભરતની નોકરીમાં હવે પાંચ જ દિવસ બાકી છે. એ ઈ. યાદવનું અપમાન કરે છે કે, ત્ોઓ કંઈ ના કરી શક્યા. ઈ. યાદવ અપમાન ગળે ઉતારીન્ો તપાસ ચાલુ રાખે છે. એક રાત્રે વોચ રાખતા કોન્સટેબલો ઘરની પાછળના ભાગ્ો કોઈ સ્ત્રી - પુરુષની ચહલ પહલ જોવે છે પણ એ કંઈ કરે એ પહેલાં જ કોઈ પાછળથી એમના માથામાં મારીન્ો બ્ોભાન કરી નાખે છે. એ પછી ભરતભાઈના જ પરિવાર સામે એમનું અપહરણ કરીન્ો લઈ જાય છે. હવે આગળ...)

***

ઈન્સપ્ોક્ટર યાદવ હચમચી ગયા હતા. ભરતભાઈન્ો ધમકી આપનારા પકડાયા નહોતા અન્ો એમનું અપહરણ થઈ ગયું. એ પણ પોલીસનું નાક કાપીન્ો. ત્ોઓ જીવનમાં પહેલી વખત એ આવી સ્થિતિનો સામનો કરી રહૃાા હતા. ઈન્વેસ્ટિગ્ોશનમાં કે નિષ્ઠામાં કોઈ કમી નહોતી રાખી છતાં પણ આવું બન્યું હતું. પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હવે તો કોઈ પણ સંજોગોમાં ગુન્ોગારન્ો પકડે જ છૂટકો.

ચોવીસ કલાક વીતી ગયા હતા. ઈ. યાદવએ માત્ર એક કલાકની ઊંઘ લીધી હતી. હવે કોઈનાથી કશું જ છુપાવવાનો અર્થ નહોતો. એમણે ભરતભાઈના પરિવાર, કંપની બધાની કડક ઊલટ - તપાસ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી થયેલા ઈન્વેસ્ટિગ્ોશન ફરી થયા. ન્ોશનલ કેમિકલ્સ કંપનીના માલિક ધીરજલાલ શેઠ, વ્રજલાલ શેઠ અન્ો મૅન્ોજર હિત્ોશ જોશીના બયાન, કોલ ડિટેઈલ્સ, એજ્યુકેશન, મિત્રો, સગા-સંબંધીઓ વગ્ોરેની માહિતી ફરી ઉંડાણપ્ાૂર્વક ચેક કરવામાં આવી રહી હતી. એ જ રીત્ો ભરતભાઈની પત્ની ખ્યાતી, ભાઈ જીગર અન્ો બહેન ધરતીની ડિટેઈલ પર કામ કરવામાં આવ્યું. આખરે ત્રણ દિવસ્ો એક બાબત પર આવીન્ો ઈ. યાદવ અટક્યા.

ઈન્વેસ્ટિગ્ોશનમાં એક બાબત્ો એમનું ધ્યાન દોર્યુ. તપાસ દરમિયાન સામે આવેલી એક વ્યક્તિનું એજ્યુકેશન એમની આંખોમાં ખટક્યું. પછી તો એક પછી એક પડળો ખુલતા ગયા. આખરે ઈ. યાદવ હચમચી જાય ત્ોવો એક તર્ક સામે આવ્યો. રાતના સાડા બાર વાગ્યા હતા. ઘણા સમયે ગુનાનો અન્ો ગુન્ોગારનો તંતુ સધાયો હતો. ઈ. યાદવની ઉંઘ હરામ થઈ ગઈ. શંકાસ્પદ વ્યક્તિની વધારે ડિટેઈલ એકઠી કરવામાં આવી. બીજા દિવસ્ો બપોરે બાર વાગ્યા સુધીમાં તો કેસ સોલ્વ.... એકદમ સોલ્વ! એ જ હતો ગ્ોમ્બલર બાજીગર. એનું નામ મિલિંદ કેતકર.

ઈન્સપ્ોક્ટર ઈ. યાદવ તાત્કાલિક એની ધરપકડ માટે નીકળ્યા. એ ઘરે જ હતો. ઈ. યાદવે એના લમણે રિવોલ્વર ધરી દીધી, ‘યુ, આર અન્ડર એરેસ્ટ મિલિંદ!’

‘ફોર વોટ?’

‘ચિંતા ના કર મિલિંદ, એ તો બરડાં પર ચોટ પડશે એટલે સમજાઈ જશે.’ બોલીન્ો પરમારે એનો કાંઠલો પકડ્યો અન્ો ઢસડતાં ઢસડતાં પોલીસ સ્ટેશન્ો લઈ ગયા. કાળ કોટડીમાં ઊંધો લટકાવી બધું જ ઓકાવી નાખ્યું. ઈ. યાદવનો તર્ક સાચો હતો. આખીયે ઘટના પાછળ એ જ જવાબદાર હતો. એણે જ ભરતભાઈ શાહન્ો નોકરી છોડવા માટે મેસ્ોજ કર્યા હતા, પત્ર લખ્યો હતો અન્ો મિત્રો દ્વારા રૂબરૂ ધમકી પણ આપી હતી. એણે એ પણ કબૂલી લીધું કે, થોડા દિવસ પહેલાં એણે અન્ો એના ત્રણ મિત્રોએ ભેગા મળીન્ો ભરતભાઈન્ો કિડન્ોપ કર્યા હતા અન્ો એના એક મિત્રના બંધ પડેલા ગ્ોરેજમાં ગોંધી રાખ્યા હતા.

ઈ. યાદવે તરત જ પોલીસ ટુકડીન્ો મિલિંદે કહેલા સરનામે મોકલી આપી. પોલીસ્ો ભરતભાઈન્ો છોડાવી લીધા. ગુંડાઓએ એમન્ો મારી મારીન્ો અધમૂવા કરી નાખ્યા હતા. ઘણા દિવસથી એમણે ખાધું પણ નહોતું. ઈ. યાદવે એમન્ો જમાડી અન્ો પછી થોડી પ્ાૂછપરછ કરી. આખીયે ઘટનામાં રાતના સાડા નવ વાગી ગયા હતા.

‘સાહેબ, હવે શું કરવું છે?’ પરમારે

‘ભરત એન્ડ કંપનીન્ો અહીં બોલાવી છે. પત્ની, ભાઈ, બહેન, કંપનીના માલિકો, મૅન્ોજર સહિત બધાન્ો. કલાકમાં જ અહીં જોઈએ. કેસ બહુ અટપટો છે એટલે એમન્ો બધાન્ો સમજાવવા પડશે. એન્ડ યેસ, અસલી ગુન્ોગાર છટકી ના જાય એનું ધ્યાન રાખજે. કોઈન્ો કહેતો નહીં કે આપણા હાથમાં ગુન્ોગાર આવી ગયો છે.’

* * *

કલાક પછી આખું ટોળું પોલીસ સ્ટેશનમાં હાજર હતું. કંપનીવાળા ગંભીર ચહેરે ઊભા હતા. પરિવારજનો ભરતની ચિંતામાં કરગરી રહૃાાં હતા. આખરે ઈ. યાદવે કહૃાું, ‘ખ્યાતીબહેન! આપ ચિંતા ના કરો. આપના પતિન્ો અમે હેમખેમ ઉગારી લીધા છે. એ અમારી સાથે જ છે અન્ો ગુન્ોગાર પણ પકડાઈ ગયો છે.’

પરિવારજનોમાં આનંદ વ્યાપી ગયો. તરત જ ભરતભાઈન્ો ત્યાં લઈ આવવામાં આવ્યા. બધા એમન્ો ભેટીન્ો રડી પડ્યા. ન્ોશનલ કેમિકલના માલિક ધીરજલાલ, વ્રજલાલ અન્ો મૅન્ોજર હિત્ોશ જોશી પણ ખુશ થયા. ઈ. યાદવએ ગુન્ોગાર મિલિંદ કેતકર વિશે પણ વાત કરી અન્ો કહૃાું કે, ‘એણે ગુનો કબૂલી લીધો છે.’ પણ એઝ યુઝવલ બધાન્ો ગુન્ોગાર કરતાં ગુનાનું કારણ જાણવામાં વધારે રસ હતો. બધાએ વારાફરતી પ્ાૂછ્યું, ‘સાહેબ, એ બધી વાત તો બરાબર પણ મિલિંદે આવું શા માટે કર્યુ? ભરતની નોકરીમાંથી રાજીનામું અપાવીન્ો એન્ો શું ફાયદો?’

ઈ. યાદવ હસ્યા, ‘બહુ મોટી ગ્ોઈમ હતી આ! એક્ચ્યુલી મિલિંદ માફિયા ગીરો સાથે સંકળાયેલો છે. એ ગીરો મોટાભાગ્ો નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે. મિલિંદ પહેલાં ગુજરાતમાં ગ્ોરકાયેસર દારૂ લાવતો હતો. પછી એણે નકલી દારૂ બનાવવાની નવી તરકીબ શોધી. દારૂમાં કેમિકલ અન્ો એસ્ોન્સ ભેળવીન્ો ટીંચર બનાવવાની. એમાં એન્ો સારો એવો નફો થયો. પછી એના સપના વધતા ગયા. એન્ો વિચાર આવ્યો કે નકલી દારૂ કરતાં નકલી ડ્રગ્સ બનાવીન્ો કરોડોનો નફો મેળવી શકાય. મૂળે એ સાયન્સનો વિદ્યાર્થી. ખૂબ જ મહેનત કરીન્ો એણે એવું કેમિકલ શોધી કાઢ્યું જેમાંથી ડ્રગ્સ બનાવી શકાય. અન્ો એ કેમિકલ એટલે ન્ોશનલ કેમિકલ્સમાં જે કેમિકલ ત્ૌયાર થતાં હતા એ. ગુજરાતમાં આવી એક જ કંપની છે. એ ગુજરાતન્ો ટાર્ગ્ોટ કરવા માગતો હતો એટલે બીજા સ્ટેટની કંપનીઓનો કોઈ અર્થ નહોતો. પણ કંપની સુધી પહોંચવું શી રીત્ો?’

‘એણે ખૂબ જ મહેનત કરી? ધીમે ધીમે એક વ્યક્તિના સંપર્ક દ્વારા એ કંપનીના મૅન્ોજર સુધી પહોંચી ગયો. મિસ્ટર હિત્ોશ જોશી!’ ઈ. યાદવે એમના તરફ આંગળી ચિંધી. એ નીચું ઘાલી ગયા. ઈ. યાદવે આગળ બોલવાનું શરૂ કર્યુ, ‘મૅન્ોજરન્ો સાધીન્ો, કરોડો રૂપિયાનો નફો આપવાની લાલચ આપી એમણે મૅન્ોજરન્ો આ કેમિકલનું કાળા બજાર કરવા માટે, ચોરી કરવા માટે પટાવી લીધા. પણ હિત્ોશે સ્પષ્ટ કહી દીધું કે, જ્યાં સુધી આ કંપનીમાં ભરત શાહ ઈન્ચાર્જ તરીકે છે ત્યાં સુધી કશું જ શક્ય નથી. એ એટલો બધો પ્રામાણિક છે કે એક ટીપુ કેમિકલની હેરાફરી પણ ન થઈ શકે. હિત્ોશ જોશીએ મિલિંદન્ો ગ્ોરેંટી આપી કે, જો તું ભરત શાહન્ો એ કંપનીમાંથી નોકરી છોડાવી દે તો હું તન્ો પણ યેન કેન પ્રકારે કંપનીમાં નોકરીએ રાખી લઉં. પછી આપણે બંન્ો મળીન્ો કમાલ કરી દઈએ. કરોડો કમાઈએ. બસ એટલે જ ભરતન્ો રાજીનામું આપી દેવરાવવા માટે આ બધા જ ખેલ થયા હતા.’

‘પણ અમારા ઈ. યાદવ સાહેબ હોય ત્યાં કોઈ ખેલ થતા નથી. ભલભલા ખેલાડીઓન્ો એમણે ચત્તાપાટ કરી દીધા છે.’ કોન્સટેબલે સાહેબના વખાણ કર્યા.

સાંભળનારા સૌ દંગ રહી ગયા હતા. કંપનીના માલિક ધીરજલાલે બધાની હાજરીમાં મૅન્ોજરન્ો ચાર તમાચા જડી દીધા. એ પડી ભાંગ્યા.

ઈ. યાદવ ચૂપચાપ ઊભા હતા. લોકોન્ો લાગતું હતું કે હજુ કંઈક ખૂટે છે. પહેલા ગુન્ોગારની શોધ હોય, પછી ગુનાના કારણની અન્ો હવે સૌન્ો એ જાણવાની ઉત્સુકતા હતી કે, આખરે ઈ. યાદવ મિલિંદ સુધી પહોંચ્યા કેવી રીત્ો? એ ઉત્સુકતાભર્યો પ્રશ્ર્ન ભરતભાઈની પત્ની ખ્યાતીએ જ પ્ાૂછી લીધો, ‘સાહેબ, તમે જે કર્યું છે એના માટે તમારો જેટલો અભાર માનીએ એટલો ઓછો છે. તમે મારી જિંદગી બચાવી લીધી. પણ એક વાત જણાવો કે તમે મિલિંદ સુધી પહોંચ્યા કેવી રીત્ો? તમન્ો એના પર શક કેવી રીત્ો ગયો?’

આ જ મહત્ત્વનો પ્રશ્ર્ન હતો, જેનો જવાબ આપવા ઈ. યાદવ ખુદ પણ ક્યારનાયે તાલાવેલી અનુભવી રહૃાા હતા. ઈ. યાદવએ મૂછન્ો તાવ દીધો અન્ો ગર્વથી બોલ્યા, ‘ભરતભાઈના કિડન્ોપ સુધી અમે હવામાં જ ગોળીબાર કરતાં હતા. બધાની તપાસ કરી હતી પણ કોઈ જ સુરાગ નહોતો મળ્યો. પણ એના અપહરણે મારી ઊંઘ ઉડાડી નાખી. અમે ફરી બધાની ઊલટ તપાસ કરી. ભરતભાઈ સાથે જોડાયેલા એક એક વ્યક્તિના મિત્રો, સગા, વગ્ોરેની તપાસ કરી. બધાની કોલ ડિટેઈલ્સ પણ ચેક કરી. બધા નંબરોની તપાસ કરતો અન્ો છેડા મળી જતાં. પણ તમારામાંની એક વ્યક્તિ અન્ો મિલિંદના છેડા મેચ નહોતા થતાં.’

‘પણ એ વ્યક્તિ કોણ? થોડી સ્પષ્ટ વાત કરો?’ ખ્યાતીન્ો સમજાયું નહીં એટલે પ્ાૂછ્યું. આખરે ઈ. યાદવે સીધી જ વાત કરી દીધી, ‘મેં માત્ર આ ઘટનાની આસપાસના દિવસોની જ કોલ ડિટેઈલ નહોતી કઢાવી. પણ છેલ્લા ત્રણ મહિના પહેલાંની કઢાવી હતી. એમાં મન્ો ભરતની બહેન ધરતી અન્ો મિલિંદ સાથે વાતચીત થયાના પુરાવા મળ્યા. એ પછી વાતચીત થઈ જ નહોતી એટલે મન્ો શંકા ગઈ. મેં તપાસ કરી, મિલિંદની ઉંમર પાંત્રીસ વર્ષ છે, એ કોલેજ પણ કરતો નથી તો પછી એ વીસ વર્ષની ધરતીના સંપર્કમાં કેવી રીત્ો આવ્યો? શા માટે આવ્યો? અન્ો સંપર્ક બંધ કેવી રીત્ો થઈ ગયો? અન્ોક પ્રશ્ર્નોએ મન્ો ઘેરી લીધો. હું ડિટેઈલ શોધતો ગયો. ખબરીઓન્ો કામે લગાવ્યા. મિલિંદની આસપાસ અન્ો ધરતીની કોલેજમાં છૂપી પ્ાૂછપરછો થઈ. આખરે ખબર પડી કે ધરતીન્ો એક વખત્ો મિલિંદે લિફ્ટ આપી હતી એમાંથી સંબંધ જોડાયો હતો

અન્ો પછી પ્રેમમાં પડ્યા હતા. પણ કોઈ કારણોસર બંન્ો ત્રણેક મહિનાથી મળતા નહોતા. મારું મગજ ભમી ગયું. મન્ો લાગ્યું કે દાળમાં કંઈક કાળું જરૂર છે. એમાંય મિલિંદની કરમ કુંડળી ઉખેળતા જાણ થઈ કે,

એણે પણ મહારાષ્ટ્રમાંથી કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. ત્યાં એ દારૂની હેરાફેરીમાં પકડાઈ પણ ચૂક્યો છે. મન્ો આમાં ધરતીની સંડોવણીની સો ટકા શંકા હતી. એટલે જ એ લોકો ત્રણ મહિનાથી નહોતા મળતા એ નક્કી હતું. મન્ો તરત જ યાદ આવ્યું કે ભરતભાઈના અપહરણ વખત્ો કોન્સટેબલોએ મન્ો કહેલું કે, સાહેબ! અમન્ો બ્ોભાન કર્યા એ પહેલાં ભરતભાઈના ઘરની પાછળના ભાગમાં એક સ્ત્રી અન્ો પુરુષ કંઈક વાત કરી રહૃાા હતા. અમે ત્યાં પહોંચીએ એ પહેલાં જ પાછળથી કોઈએ અમારા પર પ્રહાર કરી બ્ોભાન કરી દીધા. વાત ક્ધફર્મ થઈ ગઈ. એ સ્ત્રી અન્ો પુરુષ ધરતી અન્ો મિલિંદ જ હશે. આથી મેં મિલિંદની ધરપકડ કરી એના રિમાંડ લીધા. એણે કબૂલી લીધું છે કે, આ ખેલમાં ધરતી પણ સામેલ હતી. એ મિલિંદન્ો એટલો બધો પ્રેમ કરતી હતી કે એના માટે ગમે ત્ો કરવા ત્ૌયાર હતી. વળી મહાત્ત્વાકાંક્ષી છોકરી હતી. કરોડોમાં ખેલવાના સપના જોઈન્ો એ પણ માની ગઈ હતી. મિલિંદની અન્ો ન્ોશનલ કેમિકલના મૅન્ોજર હિત્ોશ જોશીની મુલાકાત કરાવનારી પણ ધરતી જ હતી. બાકી મિલિંદ તો એમના સુધી પહોંચી શકે ત્ોમ જ નહોતો.’

ઈ. યાદવે વાત પ્ાૂરી કરી. ધરતી ધરતીમાં સમાઈ જવાનું હોય એમ ધરતી ખોતરતી ઊભી હતી. કોઈ કશું જ ના બોલ્યું. પોલીસ્ો એની પણ ધરપકડ કરી અન્ો જેલમાં ધકેલી દીધી.

ભરતભાઈએ અન્ો ત્ોમના પરિવારે ઈ. યાદવની માફી માંગીન્ો ત્ોમનો આભાર માન્યો.

(સમાપ્ત)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p4mJ6673
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com