20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતમાં મુગલ શાસનના સ્થાપક બાબર વિશેની ઐતિહાસિક નવલકથા

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીપુસ્તકનું નામ: બાદશાહ બાબર અથવા ન્ાૂરે ઈસ્લામ

લેખક: ઠક્કુર નારાયણ વિસનજી

પ્રકાશક: ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ

પ્રકાશન: ૧૯૨૦ કુલ પાનાં: ૩૦૯ કિંમત: રૂ. ૪-૮-૦

-----------------------------

જ્યારે ગુજરાતી સામયિક ચાલતું હતું ત્યારે એની સાથે એક ભેટ પુસ્તક આપવાની પ્રણાલી હતી. આવી પ્રણાલી સૌરાષ્ટ્રનાં અખબારોમાં પણ હતી. જોકે આ પ્રકારની ભેટ પુસ્તકની પ્રણાલી શરૂ કરનાર તરીકે ભિક્ષુ અખંડાનંદનું નામ જાણીતું છે. એમણે સત્ત્વશીલ અન્ોક પુસ્તકો પ્રકાશિત કરાવીન્ો ગુજરાતી ભાષા અન્ો સાહિત્યન્ો રળિયાત કર્યા છે.

ગુજરાતી સામયિકનું આ ૩૬મું ભેટ પુસ્તક છે. આ પહેલાં અપાયેલાં ૩૫ પુસ્તકોમાં, રાસ્ોલાસની કથા, મહારાણીશ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, હિન્દ અન્ો બ્રિટાનિયા, ગંગા ગોવિન્દસિંહ, સવિતા સુંદરી, ટીપ્ાૂ સુલતાન, દિલ્લી પર હલ્લો, અઢારમી સદીનું હિન્દુસ્તાન, ઔરંગઝેબ અન્ો રાજપ્ાૂતો, શાહજાદો ન્ો ભિખારી, હેર્સ્ટિંગ્સની સોટી, બાજીરાવ બલ્લાળ, બ્ોગમ સાહેબ, પાણીપતનું યુદ્ધ, ન્ાૂરજહાન, રૂપનગરની રાજકુંવરી, ઈન્દુકુમારી, પ્લાસીનું યુદ્ધ, શિવાજીનો વાઘનખ, હળદીઘાટનું યુદ્ધ, નંદનવનનો નાશ, પ્ોશ્ર્વાની પડતીનો પ્રસ્તાવ, ઔરંગઝેબનો ઉદય, પદ્મિની, કત્લેઆમ, પુરાતન દિલ્હી, ચુમ્બનમીમાંસા, ભદ્રકાળી, જગન્નાથની મૂર્તિ અન્ો ભારતનું ભવિષ્ય, હમ્મીરહઠ અથવા રણથંભોરનો ઘેરો, ભુજબળથી ભાગ્યપરીક્ષા, પાટણની પ્રભુતા, ચાણક્યનન્દિની, અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ, રૌનક મહેલની રાજખટપટ જેવા શીર્ષકોનો સમાવેશ થાય છે.

પુસ્તકના ઉઘડતાં જ બાદશાહ બાબરનો મુદ્રાલેખ, ફિરદૌસીના શાહનામામાંથી ઉદ્ધૃત કરેલો છે કે જો કીર્તિ સહિત મારું મરણ થઈ જાય તો ત્ો કીર્તિ સહિત મરણથી હું સંતુષ્ટ છું, મારા દેહ પર મૃત્યુનો અધિકાર છે, તો પછી કીર્તિન્ો તો મારી મતા થવા દ્યો. ગ્રંથસમર્પણ પણ વિશેષ છે. ગ્રંથકારે પુસ્તક આપણી સ્વર્ગાદપિ ગરીયસી પવિત્ર જન્મભૂમિ ભારતભૂમિનાં જે તરૂણ, પ્રૌઢ તથા વૃદ્ધ નરનારી સુસન્તાનોન્ો આ ગ્રંથ સમર્પિત કર્યો છે. ત્યારબાદ કર્તા દ્વારા રચિત ભારતીય સ્ન્ોહસંગીત કાવ્ય મૂકવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રભાવનાન્ો પુરસ્કૃત કરવામાં આવી છે.

આ પુસ્તક બાબરની આત્મકથા કે જીવનકથા નથી, પરંતુ ઐતિહાસિક નવલકથા

છે. આમ પણ ઠક્કુરજીન્ો આ પ્રકારની રચનાઓના સર્જન માટેની કળા સિદ્ધહસ્ત હતી. એમની લેખની દ્વારા પ્રગટેલી રાષ્ટ્રભાવનાની અન્ોકવિધ નવલકથાઓ વિશે પણ એક વિશેષ અભ્યાસ થવો ઘટે.

આ ગ્રંથમાં કુલ૨૬ પ્રકરણો છે. જેમાં ૨૬મા પ્રકરણ નિમિત્તે ગ્રંથકારે બાબરની યોગ્યતા એ નામે એનું ટૂંકું ચરિત્ર આપ્યું છે. એ પહેલાંનાં ૨૫ પ્રકરણોમાં પંજાબના પ્રવાસી, સ્ાૂબ્ોદાર દૌલતખાન, ન્યાયની તુલા, દૌલતખાનની દિલાવરી, કાબુલની સફર, બાબરનો પરિચય, દરોગાની દુખ્તર, આલમખાનના પ્રયત્નની સફળતા, દાવપ્ોચની બાજી, નાદિરા પર નવી આફત, સાત દિવસની સુલ્તાની, ગુલંદામ અન્ો ગાજીખાન, દાસ્તાન્ો કમરપારા, સિંહાવલોકન, બાબરની બુદ્ધિમત્તા, ઈબ્રાહીમ અન્ો ગાજીખઆન, પાણીપતનું યુદ્ધ અન્ો લોદીવંશનો વિનાશ, હિન્દુસ્તાનનો પહેલો મુગલ બાદશાહ અથવા શાહ કલન્દર, યમુનાવિહાર અન્ો પ્રણયનો અધિકાર, ગુલંદામનું ભાગ્યવિધાન, શાદીમુરાદી અન્ો ખાનાઆબાદી, મેવાડનો મહારાણો સંગ્રામસિંહ, સિક્રીનું યુદ્ધ અન્ો બાબર ગાજી, પુત્રવાત્સલ્યની પરિસીમા, બાબરનો અન્તકાળ જેવાં પ્રકરણો છે.

મૂળે ભારતવર્ષમાં મુગલ વંશની સ્થાપના કરનારા બાબર વિશેની આ ચરિત્રાત્મક નવલકથા છે. કાબુલથી દિલ્હીના તખ્ત સુધીની સફરનો રોમાંચક ઈતિહાસ છે. ઠક્કુરજીની કલમે એ આબાદ ઝીલાયો છે. મુગલ વંશ અન્ો એ નિમિત્તે ઈસ્લામની શરૂઆતનો સમયકાળ પણ આ નવલકથાના પાન્ોપાન્ો પથરાયેલો છે. મેવાડના ટેકીલા મહારાણા સંગ્રામસિંહની કથા પણ સમાંતરે વણાઈ છે. બાબરનો પોતાના પુત્ર હુમાયુ તરફનો પ્રેમ અન્ો બાબરે કરેલી પ્રાર્થના બાદ બાબરનું અવસાન એ કથાનું એક ચરમબિન્દુ છે. મેવાડના સંગ્રાહસિંહે મુગલ સલ્તનત સામે શરૂ કરેલી લડત પછી તો છેક મહારાણા પ્રતાપ અન્ો અકબરના સમયકાળ સુધી લંબાય છે.

બીજી રીત્ો આ પુસ્તક, છો નવલકથા રહૃાું, પરંતુ ઐતિહાસિક તથ્યો આધારિત નવલકથા હોવાન્ો લીધે મુગલકાળની શરૂઆતથી માંડીન્ો મેવાડના મહારાણાઓએ આદરેલી એમની સામેની લડતના અધ્યાયની સિલસિલાબંધ વિગતો મળી રહે છે. લેખકની ભાષા અન્ો શૈલી રસાળ હોવાન્ો લીધે નવલકથા વાંચવામાં રસ જળવાઈ રહે છે. ક્ધૌયાલાલ મુનશી, ધૂૂમકેતુ, જયભિખ્ખુ જેવા ઐતિહાસિક લેખકોની જેમ જ ઠક્કુરજીની કલમે લખાયેલી ઐતિહાસિક નવલકથાઓ ખરેખર માણવાલાયક છે. જોકે પુસ્તકની પ્રત જર્જરિત અવસ્થામાં છે એટલે સાચવીન્ો જોવી પડે છે. પણ આ અન્ો આવાં પુસ્તકો ગુજરાતી સાહિત્ય માટે અમૂલ્ય ખજાનો છે એ વાતમાં લગીરેય મીનમેખ નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p1PP3i8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com