13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તબિયતને લીલીછમ રાખવા આરોગો લીલી-લીલી ચોળી

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકગરમીની મોસમમાં ચોક્કસ પ્રકારનાં શાકભાજી ખાવાની પણ એક મજા હોય છે. મર્યાદિત માત્રામાં મળતાં શાકભાજીની વાત નીકળે ત્યારે તેમાં ઉનાળા-ચોમાસામાં મળતી ચોળીને તો કઈ રીતે અવગણી શકાય. અનેક સંશોધન દ્વારા બહાર પાડવામાં આવેલા તારણ દ્વારા પણ જાણવા મળ્યું છે કે આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ જેટલો વધારે કરવામાં આવે તેટલી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. ગંભીર બીમારીના સકંજામાં આવતા બચી શકાય. ફાસ્ટ ફૂડને કારણે શરીરમાં ફક્ત ચરબીનો જ ભરાવો થતો રહે છે. ભોજન કર્યાનો સંતોષ પણ થતો નથી. થોડુંં કામ કરવાથી પણ શરીર થાકી જાય છે. આળસુ બની જવાય છે. ધીમે ધીમે વિવિધ રોગોનો પગપેસારો શરીરમાં થવા લાગે છે. ઉપરોક્ત ડરામણી વાતોથી બચવાનો એક જ ઉપાય છે આહારમાં નિયમિત લીલા શાકભાજી તથા સિઝનલ ફળોનો ઉપયોગ કરવો. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં બનાવેલ ભોજન ખાવાનો જ આગ્રહ રાખવો.

ચોળી ખાવાથી વજન ઘટે: ૧૦૦ ગ્રામ ચોળીમાં ૪૭ ગ્રામ કૅલરી સમાયેલી છે. ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે વજન ઓછું કરવાની ઈચ્છા હોય તેમણે આહારમાં ચોળીનો ઉપયોગ નિયમિત કરવો.અંગ્રેજીમાં તેને સ્નેક બીન્સ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ભાણામાં તેને પીરસવામાં આવતાં સંતાનનું મોઢું ફૂલી જતું હોય છે. તેમાં વિવિધ ફેરફાર કરીને તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ચયાપચયની ક્રિયામાં ફાયદાકારક: ચોળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી ચયાપચયની ક્રિયામાં લાભદાયી ગણાય છે. વળી ફાઈબર શરીરમાં ધીમે ધીમે ભળે છે. જેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કૉલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત કરે છે: શરીરમાં ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં ચોળીનું સેવન ફાયદાકારક ગણાય છે. એલડીએલ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે પરિણામે હૃદયમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે. આમ હૃદય મજબૂત બને છે.

ત્વચા ચમકદાર બને છે: ચોળીમાં સમયેલા વિટામિન એને કારણે ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. બરછટ બની જવી કે ત્વચા સૂકી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

ઍન્ટિ ઑક્સિડન્ટનો ખજાનો: ચોળીમાં એન્ટિ-ઑક્સિડન્ટનો ખજાનો હોવાનું તારણ જાણવા મળ્યું છે. મેગ્નેશિયમનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોવાને કારણે ચોળી સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. પ્રોટીનની ઊણપ હોય તેમણે પણ ચોળીનો આહારમાં ઉપયોગ પૂરતાં પ્રમાણમાં કરવો હિતાવહ ગણાય છે.

આંખોનું તેજ વધારે છે: વિટામિન એની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાને કારણે ચોળીનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે. આંખના અન્ય રોગથી બચવા પણ ચોળીનું સેવન હિતાવહ ગણાય છે.

લોહીનું પરિભ્રમણ સુધારે છે: ૧૦૦ ગ્રામ ચોળીમાં વિટામિન સીનું પ્રમાણ ૧૮.૮ મિલિગ્રામ સમાયેલું છે.વિટામિન સીમાં પાણીની માત્રા વધુ હોય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે વિટામિન સીની માત્રાનો ઉપયોગ આહારમાં નિયંત્રણમાં રાખવા માગતો હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. લોહીની નસોની સ્થિતિસ્થાપક્તા વધે છે. લોહીનું પરિભ્રમણ સપ્રમાણ માત્રામાં શરીરમાં થવા લાગે છે.

શિશુના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ: એવું કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં ફ્ોલેટની માત્રા વધુ પ્રમાણમાં હોય તેવો ખોરાક ખાવાથી ગર્ભમાં રહેલ શિશુ તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવે છે.

ગાઢ ઊંઘ આવે છે: શરીરમાં મેગ્નેશિયમની ઊણપને કારણે ઊંઘ ન આવવાની તકલીફ થાય છે. શરીર બેચેની અનુભવે છે. ચોળીમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ સમાયેલું છે. આથી ચોળીનો ઉપયોગ કરવાથી ઊંઘ સારી આવે છે.

ચોળીને કાચી પણ ખાઈ શકાય છે.ચોળીને ઝીણી સમારીને બાફી લીધા બાદ તેને થોડા માખણમાં કે ઘીમાં સાંતળીને મરી-સંચળના સ્વાદવાળી પણ ખાઈ શકાય છે. તેનું શાક પણ બનાવી શકાય છે ચોળીની દાળઢોકળી, ચોળીની કચોરી પણ બનાવી શકાય છે.

કૂણી ચોળીનું શાક સ્વાદિષ્ટ બને છે. જે પચવામાં પણ સુપાચ્ય રહે છે. ચોળીના મોટા દાણાને સૂકવીને ચોળા બને છે. જેની ગણતરી કઠોળમાં થાય છે. ૩૦થી ૪૦ સે.મી લાંબી ચોળી પાકે છે.એક અઠવાડિયા સુધી તેને સાચવી શકાય છે. બને તેટલી તાજી ખાવાથી તેમાં સમાયેલા વિવિધ લાભોનો ફાયદો વધુ મેળવી શકાય છે. હવે તો અનેક બાગકામના શોખીન ચોળીને પોતાના નાના અમથાં બાગમાં ઉગાડીને પણ તેને ખાવાનો આનંદ માણે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oRov0Q16
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com