7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વનમાં થતાં શાકભાજી માટે આદિવાસી ગામનો પ્રેેમ

ફોકસ-અનિશ ઈનામદારમુંબઈ-વિશાખાપટ્ટનમ નેશનલ હાઈવે પરથી રોજ રાતે ફળો અને શાકભાજીથી છલોછલ ભરેલા ખટારા આદિવાસીઓની વસતીવાળા આ ગામ પાસેથી પૂરપાટ દોડ્યા જાય છે, આ ખટારા દેશના નાણાકીય પાટનગરને ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે. ગામનું નામ છે, વૈશાખારે. એ થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં આવેલું છે. હાઈવેને પગલે આ ગામ દેશના નકશા પર આવ્યું છે. વળી, આ જ હાઈવેને કારણે ગામમાં કદી ન મળનારાં અને ફક્ત શહેરોમાં જ પ્રાપ્ય થઈ શકે એવાં ફળો અને શાકભાજી ગામને મળવા લાગ્યા એટલું ગામના લાભમાં ગણી શકાય.

જોકે, હાઈવેને કારણે ગામનું શહેરો સાથે થયેલું જોડાણ જ ગામને માટે જોખમી નીવડ્યું છે. ગામની આસપાસના જંગલમાં થતાં અને ત્યાં જ રહેવા જોઈતાં તથા ફળવા-ફૂલવા જોઈતાં વન્ય શાકભાજી અંગેનું જ્ઞાન, માહિતી જોખમી બની છે. સ્થાનિક ઠાકર જાતીના ખાદ્યાન્ન માટે વનના શાકભાજી અત્યંત આવશ્યક છે. ઠાકર લોકોની પરંપરાગત રાંધણ સામગ્રીને જાળવી રાખવા જિલ્લાની કેટલીક સંસ્થાઓ છેલ્લાં છ વર્ષથી સભાનપણે પ્રયાસ કરે છે.

વિશ્ર્વ પર્યાવરણ દિવસનું નિમિત્ત સાધીને વન્ય શાકભાજીની શક્ય એટલી વધુ જાતી કે પ્રકાર શોધવાની અને તેને રાંધીને તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવવાની એક હરીફાઈનું આયોજન આ વૈશાખારે ગામમાં કરવામાં આવ્યું હતું. આસપાસનાં આઠ ગામોનાં કેટલાંક જૂથોએ હિસ્સો લીધો હતો. આ હરીફાઈ ‘હિરવ્ચા દેવાચી યાત્રા’ (લીલા દેવનો ઉત્સવ)નું મુખ્ય આકર્ષણ વન્ય શાકભાજીમાંથી બનેલી વાનગીઓનું હતું!

આયોજકોમાંના એક પદ્માવતી ગુપ્તેએ કહ્યું હતું કે, "આ સમુદાય નિસર્ગને પાછું લાવવાની મહેનત કરે છે અને માને છે કે, દરેક કુદરતી તત્ત્વોમાં ઈશ્ર્વરનો વાસ છે. આ સ્પર્ધામાં જવલ્લે જોવા મળતી કે વિરલ એવી શાકભાજીની ૫૭ વેરાઈટીઓ જોવા મળી હતી. ગયા વર્ષે ૭૨ વેરાઈટીઓ જોવા મળી હતી. જોકે, વરસાદ મોડો થવાને પગલે આમાંની ઘણી વેરાઈટીઓ આ વર્ષે જોવા મળી નથી, એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

નજીકના સિંગાપુર ગામની મહિલાઓનું જૂથ વિજેતા બન્યું હતું. આ જૂથે ૪૨ વન્ય શાકભાજીઓની એક ડિશ બનાવી હતી. ભાંગવાડી ગામની લગભગ ૬૦ વર્ષની તુલસી બપાંડુ વાઘે કહ્યું હતું કે, "કોબી અને રિંગણા ૨૦ રૂપિયે કિલો છે, પણ આ જંગલની ભાજી તો સાવ મફત મળે છે. ઉપરાંત આ જાતીના લોકોની ડાન્સ સ્પર્ધા હતી. હસ્તકામ કલાની તેમ જ રંગોળી સ્પર્ધાઓ પણ હતી. અહીં પણ જંગલમાં ઉત્પાદિત સામગ્રીનો ઉપયોગ કરવાનો હતો. વિજેતાને ‘બેસ્ટ ફોરેસ્ટ મૅનેજમેન્ટ’નો અવૉર્ડ પણ અપાયો હતો. હિસ્સો લેનારા વિસ્તારના આઠ ગામને ‘ફોરેસ્ટ રાઈટ્સ ઍક્ટ’ હેઠળ જંગલના કોમ્યુનિટી મૅનેજમેન્ટ રાઈટ્સ આપવામાં આવ્યા હતા.

આ આખા કાર્યક્રમનો વિચાર રજૂ કરી તેનું સફળ આયોજન કરનારા ઈન્દવી તુલપૂળેએ કહ્યું હતું કે, "અમારો હેતુ જંગલનો વિસ્તાર થવાના કાર્યમાં મદદ કરવાનો અને સમાજની-જમાતની સમૃદ્ધ સંસ્કૃતિની રીત કે વ્યવહારને ચાલતા રાખવાનો છે. ઈન્દવી તુલપૂળે વ્યવસાયે વકીલ છે. એમનું કહેવું છે કે, "ઉપભોકતાવાદ જ સુખનો માર્ગ છે એ એક ગેરમાન્યતા છે. આટલું કહ્યા પછી તેમણે આદિવાસી જમાતોની ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવવાની પદ્ધતિ પર ભાર મૂક્યો હતો.

આ સ્પર્ધા વગેરેના કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ પર અંધશ્રદ્ધા નિર્મૂલનના કાર્યકર્તા અને હત્યા કરાયેલા નરેન્દ્ર દાભોળકરનાં પુત્રી મુક્તા દાભોળકર મુખ્ય મહેમાન હતાં. ખરેખર તો આ પ્રકારના કાર્યક્રમો અલગ-અલગ આદિવાસી જમાતોને એકત્ર લાવે છે માટે આવશ્યક છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

40Fp41N4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com