15-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઋષિ કપૂર-જૂહી ચાવલાની જાનદાર જોડી

ફોકસ-ઈશાની શાહ



લાંબાસમયથી ભારત આવવાની રાહ જોઇ રહેલા ઋષિ કપૂરની ઇચ્છા હવે પૂરી થશે. ન્યૂ યૉર્કમાં અત્યારે ઇલાજ કરાવી રહેલા ઋષિ ભારત આવીને ફરી ફિલ્મોમાં વ્યસ્ત થવા માગે છે. થોડા મહિના પહેલાં ઋષિ કપૂરે તેમના પુત્ર રણબીર કપૂરને ચિંતા વ્યક્ત કરીને પૂછ્યું હતું કે હવે મને ફિલ્મો મળશે? કોઇ નિર્માતા મને કામ આપશે? તેમને હવે ફિલ્મો મળશે કેનહીં તે ચિંતા સતાવતી હતી. બીમાર પડ્યા પછી તેમનામાથાના વાળ પણ ઓછા થઇ ગયા છે અને ચહેરા પર ઉંમર પણવધારે દેખાય છે. જોકે, તેઓ હજુ કામ કરી શકે છે. તેમણે ફિલ્મો કરવાનું ચાલું રાખ્યું છે. આથી તેમના માટે ચિંતાનું કોઇ કારણ નથી. અમિતાભ બચ્ચનની જેમ તેમને ફિલ્મો મળતી રહે છે. જો આ જગ્યાએ કોઇ હિરોઇન હોત તો તેના માટે સમસ્યા ઊભી થાત.

હવેઋષિ કપૂરના ચાહકો માટે ખુશખબર છે કે તેઓ સપ્ટેમ્બર મહિનામાં ચોથી તારીખે તેમનો જન્મદિવસ આવે છે તે પહેલાં ભારત પાછા ફરશે. સાથે તેમની ચિંતા પણ ટળી ગઇ છે. તેઓ ભારત આવે તે પહેલાં જ તેમને એક ફિલ્મ મળી ગઇ છે. જેનું શૂટિંગ તેઓ ભારત આવીને શરૂ કરશે. આ ફિલ્મમાં તેમની સાથે હિરોઇન તરીકે તેમની જૂની સાથી હિરોઇન જુહી ચાવલા હશે. આથી ચાહકોને ફરી તેમની જોડી જોવા મળશે. ફિલ્મનું નામ હજુ ફાઇનલ નથી થયું પણ ફિલ્મસર્જકો આ કૌટુંબિક કૉમેડી ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત પહેલાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ફિલ્મનું દિગ્દર્શન હિતેશ ભાટિયા કરશે. ફિલ્મ દિલ્હીમાં વિવિધ લોકેશનો પર શૂટ થશે. લાંબા સમય પછી ઋષિ અને જુહીની જોડી મોટા પરદા પર જોવા મળશે. બંને અગાઉ ‘બોલ રાધા બોલ’, ‘ઇજજત કી રોટી’, ‘દરાર’, ‘ઇના મીના ડીકા’, ‘ઘર કી ઇજ્જત’, ‘સાજન કા ઘર’ અને ‘કારોબાર’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે ફરી બંને આ ઉંમરે સાથે કામ કરશે.

ઋષિ કપૂર ગયા વર્ષે બોલીવૂડમાંથી બ્રેક લઇને તેમના ઇલાજ માટે ન્યૂ યૉર્ક ગયા હતા. તેમને કેન્સર થયું હતું અને હવે તેઓ કેન્સરમુક્ત થઇ ગયા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0n854Qm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com