21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલે તો અપુન ભી કિસીકા ફેન હૈ બોસ

વિશેષ-મૌસમી પટેલબૉલીવૂડ સેલિબ્રિટીઝના ચાહકોની કોઈ જ કમી નથી, પણ શું તમે જાણો છો કે તમે જેમના ચાહક છો એ પણ કોઈ બીજાના ચાહક છે અને તેઓ પણ તેમના મનપસંદ સેલિબ્રિટીને મળીને એટલા જ આનંદિત થઈ ઉઠે છે જેટલા કે તમે એમને મળીને આનંદિત થાવ છો. આવો જોઈએ કયા બોલીવૂડ સ્ટાર કોના ચાહક છે એ.

-------------------------

રીતિક રોશન (જેકી ચેન)

બોલીવૂડનો ગ્રીક ગોડ ગણાતો રીતિક રોશન જેકી ચેનનો દીવાનો છે અને તે હાલમાં તેની ફિલ્મ ‘કાબિલ’ ચીનમાં રિલીઝ થઈ એ માટે તે ચીન ગયો હતો. રીતિક ચીનની તેની આ મુલાકાતને અત્યાર સુધીની સૌથી બેસ્ટ મુલાકાત ગણાવે છે કારણ કે તે આ વખતે ઍક્શન વર્લ્ડના ગૉડ ગણાતા જેકી ચેનને મળ્યો. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું કે ‘જેકી ચેન સાથે એક નાનકડી મુલાકાત, અદ્ભુત અનુભવ.’

ઐશ્ર્વર્યા રાય-બચ્ચન (ઈવા લોન્ગોરિયા)

ઍશના ચાહકોની તો કોઈ કમી જ નથી, પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે બોલીવૂડની આ બ્યુટી ઈવા લોન્ગોરિયા સાથે ખૂબ જ સ્ટ્રોન્ગ બૉન્ડ શેયર કરે છે. ઍશબેબી ઘણી વખત ઈવા સાથેના તેના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરે છે.

પ્રિયંકા ચોપ્રા (મેરીલ સ્ટ્રીપ)

દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા એમ તો હવે હોલીવૂડની વહુરાણી બની ગઈ છે પણ તેમ છતાં તે હોલીવૂડ ઓસ્કાર વિજેતા મેરીલ સ્ટ્રીપની ખૂબ જ મોટી પ્રશંસક છે. હાલમાં જ પીસીએ મેરીલ સાથેનો તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને હૅશટેગનો ઉપયોગ કરીને લખ્યું હતું કે ક્વોટિંગ માય ફેવરિટ, મેરીલ સ્ટ્રીપ, ફેનગર્લ...’

પરિણિતી ચોપ્રા (મેથ્યુ મેકોનોહે)

બી-ટાઉનની બબલી ગર્લ ઓસ્કાર વિજેતા મેથ્યુ મેકોનોહેની ચાહક છે અને હાલમાં જ એક કાર્યક્રમમાં તેને મેથ્યુ સાથે ફોટો ક્લિક કરવાની તક મળી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું કે રબ ને બના દી જોડી... મી એન્ડ મેથ્યુ મેકોનોહે બટ ફોટોબોમ્બ્ડ અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર.

શાહરુખ ખાન (હિલેરી સ્વૅન્ક)

કિંગ ખાનની ફેનફોલોઈંગ તો લાખો-કરોડોમાં છે, પણ શું તમે જાણો છો કે આ કિંગ ખાન પણ કોઈનો દીવાનો છે? જી હા, હિલેરી સ્વૅન્કનો ડાયહાર્ડ ફૅન છે શાહરુખ ખાન. હિલેરી શાહરુખ ખાનને કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ માટે એવોર્ડ આપી રહી હતી ત્યારે એસઆરકેએ તેનો હાથ ચૂમીને અભિવાદન કર્યું હતું.

આમિર ખાન (આર્નોલ્ડ શ્ર્વેર્ત્ઝેનેગર)

મિસ્ટર પરફેક્શનિસ્ટ આનોર્લ્ડનો ખૂબ જ મોટો ચાહક છે અને ‘ટર્મિનેટર’ ફેમ આ અભિનેતાને મુંબઈમાં મળીને જ ટ્વીટર પર તેની ખુશી વ્યક્ત કરી હતી. અર્નોલ્ડ જ્યારે તેના રૂમમાં એન્ટ્રી લઈ રહ્યો ત્યારે એ બંનેનો સામનો એકબીજા સાથે થયો અને તેણે આ ક્ષણને ખૂબ જ વિચિત્ર ગણાવી હતી.

કરણ જોહર (ર્જ્યોર્જ ક્લૂની)

સ્વિટ્ઝર્લેન્ડના ડેવોસમાં યોજાયેલા ૪૭મા વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હોલીવૂડ સુપર સ્ટાર જ્યોર્જ ક્લૂની અને કરણ જોહરની મુલાકાત થઈ હતી. સામે જ્યારે તમે જેમને પસંદ કરી રહ્યા હોવ એ વ્યક્તિ તમારી સામે હોય ત્યારે એની સાથે ફોટો ક્લિક કરવાની લાલચને કઈ રીતે રોકી શકાય? અને બસ કરણ પોતાની જાતને ફોટો ક્લિક કરતા રોકી શક્યો નહીં. કરણે સોશિયલ મીડિયા પર આ ફોટો શેયર પણ કર્યો હતો.

દીપિકા પદુકોણ (માર્ટિન સ્કોેર્સિસ)

દીપિકા પદુકોણ હોલીવૂડના ફિલ્મ મેકર માર્ટિન સ્કોર્સિસ અને પેટ્રિસિયા ક્લાર્કસનની ફેન છે. ૨૦૧૩માં યોજાયેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા બંનેને મળી હતી અને તેણે આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.

રણબીર કપૂર (રોબર્ટ ડી નીરો)

રણબીર એ રોબર્ટનો ડાયહાર્ડ ફેન છે. સેલિબ્રિટીના પ્રશંસક બોલીવૂડનો આ ચોકલેટી બોયે જ્યારે તેના મનપસંદ હોલીવૂડ સ્ટારની ભારત મુલાકાત દરમિયાન કંઈક એવું કર્યું જે કોઈ પણ ભાગ્યે જ કરે. રોબર્ટને મળતાં જ રણબીરે પગે પડીને તેના આશીર્વાદ માગ્યા હતા.

સોનમ કપૂર (ટોમ ક્રુઝ)

બોલીવૂડની ફેશનડિવા સોનમ કપૂર ખુદ ટોમ ક્રુઝની ફેન છે. એટલું જ નહીં પણ ટોમ ક્રુઝ એ તેનો પહેલો ક્રશ હતો. જ્યારે સોનમને તેના ક્રશને મળવાનો મોકો ‘મિશન ઈમ્પોસિબલ -ફોર’ના પ્રીમિયર વખતે મળ્યો હતો અને એ વખતે તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. બાળપણમાં સોનમના રૂમમાં ટોમ ક્રુઝનું પોસ્ટર પણ લગાવેલું હતું.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7380Du6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com