13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શહીદ ઉધમ સિંહને ગાંધી જયંતીના દિવસે જોઇ શકશો

બૉલીવૂડના અભિનેતા વિક્કી કૌશલ અત્યારે સરદાર ઉધમ સિંહની બાયોપિક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. વિક્કીની આ ફિલ્મની રિલીઝ તારીખનો ઇંતેજાર કરતા સિનેપ્રેમીઓ માટે સારી ખબર છે. પિંક, પીકૂ અને વિક્કી ડૉનર જેવી શાનદાર ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર શૂજિત સરકારની આ ફિલ્મ આગામી વર્ષે ગાંધી જયંતી એટલે કે બીજી ઑક્ટોબર ૨૦૨૦ના રિલીઝ થશે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પણ આવી ગયું છે, જેમાં વિક્કી કૌશલની ઝલક જોઇને તેના ચાહકો ખુશ થઇ ગયા છે. આ ફિલ્મમાં જલિયાંવાલા બાાગમાં થયેલા નરસંહારનો આદેશ આપનાર બ્રિટીશ સરકારના જનરલ ડાયર સાામે બદલો લેનાર શહીદ સરદાર ઉધમ સિંહની વાર્તા છે, જેને રૂપેરી પરદા પર જીવંત કરશે વિક્કી કૌશલ. તેના આગામી શિડ્યુલ યુકે, રશિયા, યુરોપ અને ઉત્તર ભારતમાં શૂટિંગ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O26422W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com