6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉલીવૂડના બે મહારથીઓએ હાથ મેળવ્યા
જયંતીલાલ ગડા, એકતા કપૂરની ચાર ફિલ્મોનું વિતરણ કરશે

પેનસ્ટુડિયોની પેટા કંપની પેન મરુધર એન્ટરટેઇનમેન્ટે આ વર્ષે રજૂ થનારી બાલાજી ટેલિફિલ્મ્સની આગામી ચાર ફિલ્મનાં વિતરણના અધિકાર મેળવ્યા છે, જે તેઓ ભારતભરમાં રજૂ કરશે. આ ચાર ફિલ્મોમાં ‘મેન્ટલ હૈ ક્યા’, ‘જબરિયા જોડી’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘ડોલી કિટ્ટીઔર વોહ ચમકતે સિતારે’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

‘મેન્ટલ હૈ ક્યા’ એ થ્રિલર ફિલ્મ છે, જેમાં અભિનયના પાવરહાઉસ ગણાતા કંગના રણોટ અને રાજકુમાર રાવ સાથે દેખાશે. આ ફિલ્મ ૨૬મી જુલાઇએ રજૂ થવાની છે. ત્યાર પછી બીજી ઑગસ્ટે રજૂ થશે સિદ્ધાર્થ મલ્હોત્રા અનેપરિણીતી ચોપરા અભિનીત ફિલ્મ ‘જબરિયા જોડી’. આફિલ્મમાં કૉમેડીની સાથે ‘વધુના અપહરણ’ની વાત વણી લેવામાં આવી છે.

આયુષમાન ખુરાના અભિનીત ‘ડ્રીમગર્લ’ એ સંપૂર્ણ કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં આયુષમાન જુદા પ્રકારની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે નુસરત ભરુચા છે. આ ફિલ્મ ૧૩મી સપ્ટેમ્બરે રજૂ થશે.

‘લિપસ્ટીક અંડર માય બુરખા’ ફેમ દિગ્દર્શિકા અલંકૃત શ્રીવાસ્તવની આગામી ફિલ્મ છે ‘ડોલી કિટ્ટી ઔર વોહ ચમકતે સિતારે’. ભૂમિ પેડણેકર અને કોંકણા સેન શર્મા અભિનીત આ ફિલ્મ વર્ષના અંત ભાગમાં રજૂ થશે. ફન, ફિયરલેસ અને ફિમેલ એ ફિલ્મની થીમ છે.

ફિલ્મના વિતરણનો પેન સ્ટુડિયોને ૩૦ વર્ષનો અને મરુધરને ૨૦ વર્ષનો અનુભવ છે. પેન સ્ટુડિયોના સીએમડી જયંતીલાલ ગડાએ બાલાજી સાથે થયેલા જોડાણ અંગે બોલતા જણાવ્યું હતું કે ‘શોભાજી અને એક્તા હંમેશાં ભારતીય દર્શકોને અલગ જ પ્રકારની ફિલ્મો આપે છે. તેમની ફિલ્મોનું વિતરણ કરવા તેમણે અમારા પર વિશ્ર્વાસ મૂક્યો તેની અમને ખુશી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5cdI3g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com