26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડાન્સ સોંગને આઇટમ સોંગ કહેવાય?

ફિલ્મી બાતેં-આશકા શાહ



ક્રિતીસેનોન બૉલીવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે, જે ક્યારેય પોતાના મનની વાત કહેતા શરમાતી કે ડરતી નથી અને પોતાના વિચારો ખુલ્લેઆમ દર્શાવે છે. તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મોમાં આવતા સ્પેશિયલ સોંગ્સને લક્ષ્યાંક બનાવીને પોતાનો બળાપો કાઢ્યો હતો. તે કહે છે કે કેટલાક ચોક્કસ ગીતોને ‘આઇટમ નંબર’ કેમ કહેવામાં આવે છે, તેનાથી તે ગીત પર્ફોર્મ કરનાર કલાકારનું અપમાન થયું કહેવાય. ક્રિતીએ અગાઉ આવા બે ગીતો કર્યા હતા, જેમાં એક છે ‘સ્ત્રી’ ફિલ્મનું ‘ઓ કભી હવેલી પર’ અને ‘કલંક’ ફિલ્મનું ‘ઐરા ગૈરા’ છે.

ક્રિતીકહે છે, ‘લોકો આવા ગીતોને આઇટમ સોંગ્સ કેમ કહે છે તે મને સમજાતું નથી. તેનાથી સારા વાઇબ્રેશન આવતા નથી. આવા ગીતો ફક્ત સાદા અને સરળ ડાન્સ ગીતો હોય છે, જે ફિલ્મમાં મનોરંજનના તત્વ તરીકે ઉમેરવામાં આવે છે. આવા ગીતો લોકોને ગમે છે. આથી શા માટે આવા ગીતોને સન્માનપૂર્વક નથી જોતા, જે લોકો તેને બનાવે છે અને તે ફિલ્મનો ભાગ પણ હોય છે. આવું તમે હીરોને કહી શકો? જો અભિનેતા ફિલ્મમાં કોઇ એક ગીત પર ડાન્સ કરે તો તમે તેને શું આઇટમ ગીત કહો છો? આમિર ખાન, શાહરુખ ખાન કે સલમાન ખાન ફિલ્મોમાં સ્પેશિયલ ડાન્સ સોંગ કરતા હોય છે ત્યારે તમે તેમને આઇટમ નંબર્સ નથી કહેતા. જ્યારે એવા જ ગીતો જો અભિનેત્રીઓ કરે તો શા માટે તેને જુદું તારવવું પડે? આવું માનસ બદલવાની જરૂર છે,’ એમ ક્રિતી બળાપો કાઢતા કહે છે.

‘મેં જ્યારે મૉડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી ત્યારે હું એન્જિનિયરિંગમાં ભણી રહી હતી. ત્યારે અભ્યાસ દરમિયાન અધવચ્ચે મને લાગ્યું કે મનેજે લાઇન મળી રહી છે તે જ મારે કરવી જોઇએ, કારણ કે હું પહેલેથી જ ક્રિએટિવ વ્યક્તિ રહી છું. આ ઉપરાંત મને ડાન્સ કરવો બહુ ગમતો. આથી કોઇ પણ ડાન્સ ગીત હોય તો તે મારા દિલની બહુ નજીક રહેતું. પણ હવે તેવા ગીતોની પાછળ આઇટમ સોંગનું ટેગ લાગે છે તે મને થોડું અપસેટ કરી જાય છે.લાંબા સમયે હું પણ એક ડાન્સ ફિલ્મ કરવાનું વિચારું છું,’ એમ તે કહે છે. અત્યારે ક્રિતીના હાથમાં ‘અર્જુન પતિયાલા’, ‘પાણીપત’ અને ‘હાઉસફૂલ ફોર’ જેવી ફિલ્મો છે. બધી જ ફિલ્મો મોટી છે આથી ક્રિતીના નસીબ ખુલી જશે. આ બધી ફિલ્મો સફળ જશે તો તેની પાછળ સફળ અભિનેત્રીનું લેબલ લાગી જશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

P4S4S4N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com