6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રોના ભી ઝરૂરી હૈ...

લાઈમ લાઈટ-દીપ્તિ ધરોડમહિલાઓ નાની નાની વાતમાં રડી પડે છે અને અને રડીને પોતાની બધી જ વાતો મનાવી લે છે એવી સામાન્ય ફરિયાદ આપણે બધાએ આપણા જીવનમાં એકાદ વખત તો સાંભળી જ હશે, પણ શું તમને ખબર છે કે આખરે આ પાછળનું ખરું કારણ શું છે? કે પછી રડવું એ તમારા આરોગ્ય માટે સારું પણ પુરવાર થાય છે? કેમ પુરુષોની સરખામણીએ મહિલાઓ સરળતાથી રડી પડે છે? નહીં ને? આજે આપણે આના જ વિષે વાત કરીશું.

નિષ્ણાતોની વાત માનીએ તો મહિલાઓના રડવા માટે અલગ અલગ કારણો જવાબદાર છે, પણ આ બધામાં સૌથી મહત્ત્વનું અને મુખ્ય કારણ એટલે હોર્મોન્સમાં થતાં ફેરફાર. હોર્મોન્સમાં થતાં ફેરફાર ઉપરાંત હંમેશાંથી જ આપણા સમાજમાં મહિલાઓની સતત કરવામાં આવતી અવગણના પણ તેમનું નાની-નાની વાતોમાં રડી પડવાનું બીજું મહત્ત્વનું કારણ છે. નાનપણથી જ રડી-રડીને પોતાની વાતો મનાવવાની આદતને કારણે ઉંમર વધ્યા બાદ પણ મહિલાઓની રડવાની આદત છૂટતી નથી.

ઘણી મહિલાઓનું પાછું ઊલટું હોય છે. તેમને જેમ વધુ ગુસ્સો આવે તેમ એમને રડવાનું આવતું હોય છે અને ઘણી વખત તો મહિલાઓ ઝઘડો કરતાં કરતાં પણ રડી પડે છે. જોકે, ગુસ્સામાં રડવા પાછળનું કારણ તો આ રડી પડનારી મહિલાઓ પણ નથી જાણતી. પછીથી જ્યારે મગજ શાંત થાય અને ગુસ્સો ઠંડો પડે ત્યારે રડવા અને ઝઘડવાનું કારણ પણ ખૂબ જ બાલિશ હતું એની જાણ થાય છે અને એ વખતે પોતાની જાત પર હસવું કે રડવું એ જ સમજાતું નથી હોતું.

એક પ્રખ્યાત મનોચિકિત્સક આ વિશે વાત કરતાં જણાવે છે કે મહિલાઓના મગજનો ઈમોશનલ એરિયા ખૂબ જ ડેવલપ અને નાજુક હોય છે, એટલે દુ:ખની ઘડી હોય કે પછી સુખની ક્ષણો બંને જ પરિસ્થિતિમાં તેમની આંખો આંસુથી છલકાઈ ઉઠે છે. મહિલાઓ અને પુરુષોની હોર્મોનલ સિસ્ટમ અલગ અલગ હોય છે. આ હોર્મોનલ સિસ્ટમ જ મગજને ક્ધટ્રોલ કરે છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે પુરુષોમાં જોવા મળતું ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન આંસુને રોકવાનું કામ કરે છે, જ્યારે મહિલાઓમાં જોવા મળનારા પ્રોલેક્ટિન નામના હોર્મોનને કારણે ખૂબ જ ઝડપથી રડી પડે છે.

જોકે, એવું નથી કે મહિલાઓ રડી પડે છે એટલે તેઓ અબળા છે. રડવાના કેટલાય ફાયદા હોય છે. આંસુઓ વહી જવાને કારણે શરદી, ચક્કર, ગરદન જકડાઈ જવી અને માથાના દુ:ખાવા જેવી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. ઘણી વખત ઈગો કે લોકો સામે નબળા પુરવાર થવાના ભયને કારણે જે મહિલા અને પુરુષો રડવાનું ટાળે છે, તેમને બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. કોઈ પણ પ્રકારનો માનસિક આઘાત લાગ્યો હોય એવા સંજોગોમાં જો રડી લેવાય તો આવી બીમારીઓથી બચી શકાય છેે. મહિલાઓ રડીને પોતાના મનનો ભાર હળવો કરી લે છે અને ખૂબ જ રાહત અનુભવે છે.

જ્યારે પણ ભાવનાત્મક કારણોસર રડવું આવે છે ત્યારે ગુસ્સો અને ઉદાસી પણ છૂમંતર થઈ જાય છે, એટલે જ્યારે પણ રડવું આવે ત્યારે રડી લો. રડશો તો લોકો શું કહેશે, વિચારશે કે પછી આંસુ સારીને સિમ્પથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો એવા કોઈ પણ પ્રકારના આક્ષેપની પરવાહ કર્યા વિના બસ મોકળા મને રડી લો. જે આંસુ આંખમાંથી નથી વહી શકતાં એ જ આંસુ વધારે મોટા દુ:ખનું કારણ પુરવાર થાય છે.

રડવા પર જ કરવામાં આવેલા એક સંશોધન અનુસાર મહિલાઓ આખા વર્ષ દરમિયાન સરેરાશ ૩૦થી ૬૫ વખત રડે છે, જ્યારે મહિલાઓની સરખામણીએ પુરુષોનું રડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

આખા વર્ષ દરમિયાન પુરુષ ૧૭ જ વખત રડે છે. એટલું જ નહીં મહિલાઓ પુરુષો કરતાં વધારે તો રડે જ છે પણ તેઓ લાંબા સમય સુધી રડવાની ક્ષમતા ધરાવે છે. પુરુષો જ્યાં મુશ્કેલથી બે-ચાર મિનિટ રડતાં હોય છે ત્યાં મહિલાઓ ઓછામાં ઓછું છ મિનિટ સુધી રડે છે. વધારે રડવાની તો હજી એવી કોઈ ચોક્કસ માહિતી તો મળી નથી.

માત્ર મહિલાઓ જ નહીં પણ જો કોઈ પુરુષને પણ કોઈ વખત કારણ વિના રડતા જુઓ તો ચોંકી જવાની કે તેને વિચિત્ર નજરોથી જોવાની જરૂર નથી, ક્યોં કિ બૉસ કભી કભી રોના ભી સેહત કે લિયે અચ્છા હોતા હૈ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q0F18u0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com