14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વધુ ઋતુસ્રાવ દેશી ઉપચારોથી મટી શકે ખરો?

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)માટુંગા વેસ્ટમાં રહેતા એક બહેનનો પત્ર આવ્યો છે. તેઓ લખે છે કે મને ઋતુસ્ત્રાવ વધુ આવે છે. ઘણાં ઉપાયો કર્યા પણ રાહત જણાઈ નથી, તેઓ બે સંતાનોની માતા છે. ગર્ભાશયની કોથળી કઢાવી નાખવા ડૉક્ટરોએ સલાહ આપી હતી, પણ એમણે એમ કરવું ન હતું. તેમને તો માત્ર દેશી ઉપચારથી જ આ તકલીફ મટાડવી હતી. આ માટે કોઈ યોગ્ય દેશી દવા હોય તો સૂચવવા વિનંતી.

આવી સમસ્યા માટે સૌ પ્રથમ દારૂહળદર યાદ આવે. બહેનોના રક્તપ્રદર અને લોહીવા માટે એક કવાથ આવે છે. જેમાં રસવંતી, અરડુસી, નાગરમોથ, ભીલામો, બિલ્વફળ, દારૂહળદર, કરિયાતું વગેરે હોય છે. એનો કાઢો બનાવી મધ સાથે આપવાથી બહેનોને કમ્મરનું શૂળ મટે છે. રક્તસ્ત્રાવમાં પણ રાહત થાય છે. આ જ દારૂહળદર બહેનો માટે ચમત્કારિક અને લાભદાયક છે, એનાથી હરસ પણ મટી જાય છે. દારૂહળદરનું સત્ત્વ એટલે રસવંતી, એની સામે એળિયો, લીંબોડીનું મગજ, મજીઠ, કહેરબાપિષ્ટી, હીરાદખ્ખણ લઈ ગોળી બનાવતા અર્શોધ્નવટી દૂઝતા હરસમાં લાભ કરે છે, એનો મલમ બનાવીને હરસ ઉપર લગાડી શકાય છે. આની સાથે એક નિર્દોષ ચાઈનીસ ફ્રૂટ યાદ આવે છે. એને ચાઈના ફ્રૂટ કહેવામાં આવે છે. આમ આપણે એને નિરંજન ફળ તરીકે ઓળખીએ છીએ. એ ફળ સુકાયેલી સોપારી જેવું હોય. તેને એક ગ્લાસ પાણીમાં ભીંજાવી રાખવું. રાતે ભીંજાવી સવારે એ ફળ ફૂલી જશે એને નીચોવી તેનો રસ ગાળીને પીવાથી ઘણી સારી અસર બતાડે છે. નાકમાંથી લોહી પડતું હોય, તે પણ મટે છે. ઝાડા માટે કે અલ્સરનું ફૂટેલું લોહી કે તેમાં ખાસ કરીને સ્ત્રીઓને રક્તપ્રદરમાં તથા દુઝતા હરસમાં તત્કાળ રાહત આપે છે.

કેટલાક કેસો ખૂબ જ કોમ્પલીકેટેડ હોય છે, જેમાં ગર્ભાશયમાં ગાંઠ હોય છે. ફાઈબ્રોઈડના રિપોર્ટ હોય ત્યારે એનો ટેસ્ટ કરાવી કેન્સર નથીને એની ખાતરી કરાવી લીધા બાદ ઉપચાર કરી શકાય. વૈદક ચિકિત્સાસારમાં શોણિતાર્ગલ બબ્બે ગોળી સવારે અને રાત્રે લઈ શકાય. ક્યારેક દિવસમાં ત્રણ વાર પણ લઈ શકાય. આ દવામાં રસવંતી, અભ્રક, લોહ, ગેરુ, ખાપરિયું, પીપળ આ બધાને બરાબર ઘૂંટી રસવંતીનું પાણી બનાવી તેની નાની નાની ગોળીઓ બનાવી શકાય. રક્ત હરસ, ઝાડામાં લોહી, રક્ત અને વધુ પડતું માસિક આવે ત્યારે એકથી બે ગોળી આપતા તરત જ લાભ થાય છે, આની સાથે ચંદ્રકલા રસ, બબ્બે ગોળી આપતાં માનસિક શાંતિ મળે છે, એની સાથે સોપારીપાક એક એક ચમચી લઈ શકાય. મોટા ભાગના કેસોમાં સાદા ઉપચારથી ઓપરેશન કરાવવું પડતું નથી. બહેનોને માસિકસ્ત્રાવ વધુ આવતું હોય એમાં કાળા લોહીના ગાંઠા પડતા હોય ત્યારે આયુર્વેદ પાસે એના ઈલાજ છે. ધીરજ અને ખંતથી એની સારવાર કરવાની જરૂર છે.

ભુલેશ્ર્વરથી એક વાચક લખે છે કે ઉર્ધ્વવાયુ અને ગેસમાં શો ફરક છે! મને ગેસ સતત

થાય છે. આ બાબતે વિવિધ ચિકિત્સા એને કેવી રીતે મટાડી શકાય, તેની વિસ્તૃત માહિતી આપવા વિનંતી.

આપણે જે ભોજન આરોગીએ તેનું બરાબર પાચન થાય નહીં ત્યારે શરીરમાં ગેસ ઉત્પન્ન થાય છે. ‘ગેસ’ એ રોગ નથી પણ લક્ષણ છે. અર્જીણ હોય તો ગેસ થાય છે. અમ્લપિત્ત હોય તો ગેસ થાય છે. કોઈ પણ માંદગી દરમિયાન જલદ એન્ટીબાયોટિક દવાથી ગેસ પેટનો વાયુ થાય છે, માંદગી પછીની નબળાઈથી ગેસ થાય છે, કબજિયાતથી ગેસ થાય, વાત પ્રકૃતિ હોય તો ગેસ થાય, હોજરીમાં અનાજ વધુ સમય પડ્યું રહે તો ગેસ થાય, વાયડો ખોરાક ખાવાથી ગેસ થાય. આમ ગેસ થવા માટે અનેક કારણો છે. ક્યારેક કોઈ પણ વ્યક્તિને ગેસ થાય ત્યારે શરૂઆતમાં ખબર ન પડે પણ ધીમે ધીમે એને બેચેની થઈ ગભરામણ થવા માંડે. વાયુ ઉપર ચઢી જાય, લમણામાં કંઈક થાય, એકલા બહાર નીકળતા ડર લાગે. બરોબર ઊંઘ ન આવે. વાયુનાશક ક્ષાર, દવા કે ચૂર્ણ લેતાં રાહત જણાય પણ એ મટે નહીં. ધીરે ધીરે ખાવાનું મન હોય છતાં સામે ખાવાનું હોય તો ગભરાટ થાય, બીક લાગે, જુલાબ લીધા પછી એકસ-રે કઢાવતા તે બરાબર આવે. જુલાબના ટેસ્ટ કરાવતા તેમાં સાધારણ આમદોષ કે મ્યુક્સ સિવાય કંઈ જ ન હતું. રિપોર્ટો બધા નોર્મલ હતા, પણ દરદીને લક્ષણો ચોક્કસપણે થતાં હતાં. કેટલાક ડૉક્ટરોએ એમને માનસિક રોગનો દરદી હોવાનું કહી તેને ચિંતાનાશક ગોળી, ઊંઘની કે ઘેનની ગોળીઓ આપી, એકાદ ડૉક્ટરે તો એમને ઈલેક્ટ્રિક શોકસ લેવાની પણ ભલામણ કરી હતી. આ બાજુ રોગ તો ચાલુ જ હતો. હવે એ માટે કેટલાંક ઉપચારો છે તે અહીં પ્રસ્તુત છે:

રોજ સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક એટલે કે ફરવા જવું. એનાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી ઉત્સાહ રહેશે. રોજ સવારે મળસ્કે તાંબાના લોટામાં રાતે ભરી રાખેલું પાણી પીવું જોઈએ. સવારે નહાતાં પહેલાં કોપરેલ તેલનું માલિશ કરવું. આધેડ વયની ઉંમરે માણસ વૃદ્ધાવસ્થાથી પીડાતો હોય એવી અશક્તિ ભોગવે. અભ્યંગ એટલે માલિશથી આ રોગ જડમૂળથી ન મટે પણ શરીરમાં સ્થગિત વાયુની હેરફેર માટે માલિશ નિયમિત જરૂરી છે, તે વૃદ્ધાવસ્થામાં શ્રમ તથા વાયુને હરે છે. ઓડકારમાં બે વાર પેટ ભરીને દાબીને ન જમતાં થોડી થોડી વારે ચારથી પાંચ વાર ખાવું. કાળી દ્રાક્ષના નરમ ગરમ બીજ વગરના લઈ તેમાં સિંધવ, ખડીસાકર, હરડે, શુદ્ધ હિંગ, સંચળનું પ્રમાણસર સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બ્રાહ્મી, જટામાંસી, શંખાવલી, આસગંધ, વજ આ પાંચે ચીજોને મેળવી સમભાગે ખાંડી એક એક ચમચી સવારે અને રાત્રે મધ સાથે લઈ શકાય. આ નિયમોના પાલનથી થોડા જ વખતમાં શાંત ઊંઘ આવવા લાગે. મંદાગ્નિ મટી જાય. ગેસ નીચે સરવા લાગે. સવારે ઝાડો બરાબર આવે, શરીરમાંથી ભય અને ગભરાટ દૂર થાય. દરદીમાં આત્મવિશ્ર્વાસ પ્રગટયો. આ ઉપરાંત યોગાસન કરાવતા દરદી થોડા વખતમાં યથાવત સ્થિતિએ આવી રોગમુક્ત થઈ ગયો. આયુર્વેદમાં અનેક ઓસડિયા છે. જે જીવન જીવવાની જડીબુટ્ટી

સમાન છે.

વાલકેશ્ર્વરથી એક દરદી લખે છે સાંધાના વાત, દુખાવો, કળતર, થાક, મેદ, ચરબી તથા અનેક રોગોમાં ગૂગળ વાપરવામાં આવે છે. આયુર્વેદમાં એ એક અક્સીર ઔષધ છે, એમ વૈદ્યરાજોનું કહેવું છે. આ ગૂગળ અથવા એનું સંયોજન વાપરવાથી કોઈ આડઅસર થાય ખરી? કેટલી માત્રામાં અને કઈ રીતે ગૂગળનું સેવન કરી શકાય?

ગૂગળ એ પરમ વાયુશામક છે. બાળપણમાં કફ વધુ થાય છે. યુવાનીમાં પિત્ત વધુ થાય ત્યારે ઘડપણમાં વાયુની સ્થિતિ વધે છે. યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા તરફ જતાં એક પગથિયું આવે છે જેને આપણે પ્રૌઢ અવસ્થા કહીએ છીએ. આ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ ગૂગળનો ઉપયોગ કોઈ પણ શંકા રાખ્યા વિના કરી શકે છે. એની કોઈ આડઅસર થતી નથી, તેના વૃક્ષ થાય છે. જંગલોમાં આપમેળે ઊગી નીકળે છે. શિયાળામાં અને ઉનાળામાં એમાંથી રસ ઝરે છે અને તે ખરી પડે છે. નીચે પડેલા આ રસમાં ધૂળ ભળે છે. એટલે મોટા ભાગે ઝાડ પરથી ઉતારી લીધેલો આ ગૂગળ સ્વચ્છ હોય છે. અસ્વચ્છ ગૂગળને ત્રિફળાના કવાથમાં સ્વચ્છ કરી સૂકવી સ્વચ્છ ગૂગળ બનાવાય છે. એ ગૂગળ ધૂપમાં વપરાય છે. જેને લીધે હવા સ્વચ્છ બને છે. ખાવાના ઔષધોમાં મહાયોગરાજ ગૂગળ, આરોગ્યવર્ધની, ચંદ્રપ્રભા વગેરે જાણીતા છે. રોજ સવારે એકથી બે ગ્રામ શુદ્ધ ગૂગળ લેતાં શરીરના સાંધા મજબૂત બને છે. એનાથી ચામડી સુંવાળી અને લીસી બને છે. શરીરમાં રસનું ચયન બરાબર થાય છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં પણ સોજા આવતા નથી. બહેનોને મેનોપોઝ વખતે કે કેટલીક વાર સુવાવડ પછી શરીર ફૂલતું જાય છે, ત્યારે ગૂગળનો ઉપયોગ કરી શકાય છે. શરીરમાં વધતી

ચરબી અટકાવી શકાય છે, સોજા અટકાવે છે. ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારો કરે છે. લોહી શુદ્ધ

કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O78bq33
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com