14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્મોકિંગ? નો ટીચિંગ

સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે એવી વાતો-દલીલો આપણે ત્યાં જોરશોરથી થતી રહે છે. એ અટકાવવા કડક પગલાં લેવાયા હોય એવું જવલ્લેજ જોવા મળે છે. ધૂમ્રપાનને નાથવા લીધેલાં પગલાં સંદર્ભે જાપાન પાસેથી વિશ્ર્વએ શીખવા જેવું છે. જાપાને સ્મોકિંગ કરતા નાગરિકોનો શૈક્ષણિક ક્ષેત્રે બહિષ્કાર કર્યો છે. ધૂમ્રપાન કરતી વ્યક્તિને શિક્ષણ ક્ષેત્રે રોજગારી નહીં આપવાનો નિર્ણય ત્યાંની સરકારે કર્યો છે. ૨૦૨૦માં જાપાનમાં યોજાનારા ઓલિમ્પિક ઉત્સવ પહેલા દેશનેે ધૂમ્રપાન મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું હોવાનું નાગાસાકી યુનિવર્સિટી તરફથી જણાવવામાં આવ્યું છે. અલબત્ત જાપાનમાં હાલ અભ્યાસ ક્ષેત્ર સાથે જોડાયેલા અને જોડાવા ઉત્સુક ધૂમ્રપાન કરતા નાગરિકો ધૂમ્રપાન નહીં કરવા વચનબદ્ધ થશે અને ધૂમ્રપાન છોડશે તો તેમના માટે શિક્ષણક્ષેત્રના દ્વાર ખુલ્લા છે.

નાગાસાકી યુનિવર્સિટી ઑગસ્ટ મહિનાથી કૉલેજ કૅમ્પસમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકી રહી છે. એટલું જ નહીં સ્મોકિંગની લત લાગી હોય એવા વિદ્યાર્થી તથા શિક્ષકો માટે યુનિવર્સિટી કેમ્પસમાં જ વ્યસનમુક્તિ કેન્દ્ર ખોલવામાં આવશે. યુનિવર્સિટીએ કાઢેલા તારણ મુજબ એજ્યુકેશન સેન્ટરો માટે સ્મોકર્સ યોગ્ય ઉમેદવાર નથી. શિક્ષકો વિદ્યાર્થીઓ માટે આદર્શ હોય છે અને સ્મોકિંગ કરનારા શિક્ષકો આડકતરી રીતે વિદ્યાર્થીને સ્મોકિંગ માટે પ્રેરે છે. સ્મોકર્સને એજ્યુકેશન ક્ષેત્રથી દૂર રાખવાના નિર્ણય પહેલા યુનિવર્સિટીએ તેના કાયદાકીય પાસાને પણ ચકાસ્યું હતું. યુનિવર્સિટી ઑથોરિટી કાયદાકીય ગૂંચમાં પડવા નહોતી માગતી, પરંતુ કાયદાકીય દૃષ્ટિએ પણ રાજ્ય સંચાલિત યુનિવર્સિટીને સફળતા મળી છે. અગાઉ ટોકિયો ઑથોરિટીએ સમરગેમ્સ ૨૦૨૦ની આસપાસ સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારબાદ નાગાસાકી યુનિવર્સિટીએ પણ કૅમ્પસને ઍન્ટિ સ્મોકર્સ ઝોન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. વિકાસની ગતિ પર આગળ વધી ચૂકેલું જાપાન ધૂમ્રપાન કરનારા માટે સ્વર્ગ ગણાય છે. જાપાનમાં બાર તથા રેસ્ટોરાંમાં ધૂમ્રપાનની છૂટ છે જ્યારે વિશ્ર્વના ઘણા દેશોમાં રેસ્ટોરાંમાં સ્મોકિંગ પ્રતિબંધિત છે. ટોકિયોના નવા કાયદાએ રેસ્ટોરાંમાં સ્મોકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે રેસ્ટોરાં તથા બારમાં સ્મોકર્સ ઝોનની અલાયદી વ્યવસ્થાની છૂટ છે પરંતુ સ્મોકર્સ ઝોનમાં ધૂમ્રપાનની જ છૂટ છે, ત્યાં ખાણી-પીણીની મનાઈ છે. જાપાનમાં સ્કૂલનો પરિસર, હૉસ્પિટલ જેવી જાહેર જગ્યા પર પણ સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાપાને ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવા ભરેલા રચનાત્મક પગલા છતાં પણ ચીન તથા સાઉથ કોરિયાની સરખામણી જાપાનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નીચલો ક્રમ આપવામાં આવે છે. જોકે, જાપાનમાં તમાકુનો ઉપયોગ ઘટી રહ્યો છે. યુવાધનને બરબાદીના રસ્તે લઈ જનાર તમાકુ તથા સિગારેટના ઉપયોગ સામે વૈશ્ર્વિક આરોગ્ય સંગઠનો પણ લાલ આંખ કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2451o85
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com