20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કપોળ

ત્રાપાજવાળા (હાલ કાંદિવલી) સ્વ. વરજીવનદાસ જમનાદાસ કાચરીયાના પત્ની ગં. સ્વ. વિજયાબેન (ઉં. વ. 96) 24-5-19ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. લલીતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, પ્રફુલભાઈ, નરેશભાઈ તથા રસીકભાઈના માતુશ્રી. ગં. સ્વ. પ્રમીલાબેન, સ્વ. કોકીલાબેન, સ્વ. હર્ષાબેન, અ. સૌ. ચારૂલતાબેન, અ. સૌ. વર્ષાબેનના સાસુજી તથા હેમંત, કાશ્મીરા, ડિમ્પલ, સમીર, જીગ્નેશ, હિરેન, ચેતન, કલ્પેશ, મીતા, તેજસ, મીહીર, ભાવિન, ભામીનીના દાદીમા. પિયરપક્ષે શિહોરવાળા સ્વ. કાંતીલાલ પરશોત્તમદાસ મહેતાની બેન. પ્રાર્થનાસભા સોમવાર, 27-5-19ના 5 થી 7. ઠે: હાલાઈ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ (એક્સ્ટે.) રોડ, કાંદિવલી (વે.).

ઘોઘારી દશા શ્રીમાળી વણિક

મુળ ગઢાલીવાળા (હાલ દહિસર) ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. 75) તે સ્વ. મનસુખલાલ શામળજીભાઈ મહેતલિયાના ધર્મપત્ની 24-5-19, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જયેશ, મેહુલના માતુશ્રી. નમ્રતા, હીનાના સાસુ. રમણીકભાઈ, શાંતિભાઈ, ચીમનભાઈ, લાભુબેન, તારાબેન, જેકુવરબેન, ચંપાબેન, લાભુબેનના ભાભી. પિયર પક્ષે મોટી કુંડળવાળા સ્વ. બાબુભાઈ ત્રિભોવનદાસ માટલિયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા

મૂળ નાગલપુર (હાલ કાંદિવલી) દમયંતીબેન વૃંદાવન રામજી ઉનડકટ (ઉં. વ. 88) 24-5-19, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે હસમુખ, સ્વ. રજનીબેન, કલ્પના વિનોદરાય, મીના વિનોદકુમાર, હર્ષદા હરેશકુમારના માતુશ્રી. ઈલાના સાસુ. ક્ધિનર તથા ઝીલના દાદી. હિમાનીના દાદીસાસુ. સ્વ. જયંતીલાલ, સ્વ. ભરતભાઈ અને સ્વ. જસવંતીબેનના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 27-5-19ના સવારે 10 થી 11-30. ઠે: હાલાઈ લોહાણા મહાજનવાડી, 1લે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટિયા

ગામ માંડવી-કચ્છ (હાલ બોરીવલી) હરિષ ચંદ્રસેન ગોકળગાંધી (ઉં. વ. 79) 24-5-19ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. કાંતાબેનના પતિ. શૈલેષ, નવલના પિતાશ્રી. બંસી, સુમિત્રાના સસરા. હિતાર્થ, હેતવી, જશના દાદાશ્રી. સ્વ. જયસિંગ, સ્વ.જેઠમલ, સ્વ. વિણા, સ્વ. નવિન, હિમન, કનક, ધનલક્ષ્મી, વસંતના ભાઈશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક

બગસરા (હાલ મુંબઈ) સ્વ. નરભેરામ ગોકળદાસ કાચલીયાના પુત્ર કિશોર (ઉં.વ. 71) તે કુસુમના પતિ. રવિ, શિવાંગીના પિતા. હર્ષિત, લોપાના સસરા. સુરેશ, રમીલા, સ્વ. વિલાસના ભાઈ ગુરુવાર, 23-5-19ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક પ્રથા બંધ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા

અમરેલી (હાલ વાપી) સ્વ. બાબુભાઈ નરસિંહભાઈ પરમારના ધર્મપત્ની સ્વ. ધનલક્ષ્મીબેન (ઉં.વ. 78) તથા પુત્ર સ્વ. અતુલભાઈ બાબુભાઈ પરમાર (ઉં.વ. 48) તે અમીબેનના પતિ તથા એમના સાસુ. અનુરાધા, સરોજ, જયશ્રી, ભારતી, ધર્મિષ્ઠાના માતુશ્રી ને ભાઈ. વંશ, કૃપાના દાદી અને પપ્પા. અંબાબેન, રામજીભાઈ ચૌહાણ (જવ્હારવાળા)ની દીકરી. પ્રભાબેન રવજીભાઈ ખોલકિયાના જમાઈ 23-5-19ને ગુરુવારના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા 27-5-19ને સોમવારે 4 થી 6. સ્થળ: લાયન્સ ઉપાસના સ્કૂલ, ગુંજન સિનેમા પાછળ, જી.આઈ.ડી.સી., વાપી. ઉત્તરક્રિયા ઘરમેળે કરવાના છે.

કચ્છી ભાનુશાલી

સ્વ. નાનજી મમુભાઈ મંગે મોથારાવાલાના ધર્મપત્ની નેણબાઈ (ઉં.વ. 68) 22-5-19ના મુંબઈમાં ઓધવશરણ પામેલ છે. સાસરા પક્ષે સ્વ. નારાણજી, સ્વ. મુરજીભાઈ, સ્વ. મમુભાઈ નરશી. પુત્ર ધનજી, અશોક, નવિન. માવિત્રપક્ષે સ્વ. નથુરામ, શંભુરામ પ્રેમજી નંદાબાલા ચોડ નાની. જમાઈ નરેશ ધનજી ભદ્રા ચીયાસર, વસંત રામજી ચાંદ્રા સાંધાણ, દિનેશ પેરાજ ભદ્રા રવા, રાજેશ નારાણજી ભદ્રા રવા, રાકેશ માવજી ગૌરી મોડકુબા. લૌકિક વ્યવહાર બંધ છે.

મોઢ ચાતુર્વેદીય ચૂંથા સમવાય બ્રાહ્મણ

સ્વ. ગિરીશચંદ્ર (ઉં.વ. 72) (મીરારોડ)નું 21-5-19 મંગળવારના અવસાન થયેલ છે. તે બટુકરોય મૂળશંકર ભટ્ટના દીકરા. આશાબેનના પતિ. હિતેશ-મેઘનના પિતા. નિધી-દિપકના સસરા. સ્વ. રસિકલાલ અમૃતલાલ ત્રિવેદીના જમાઈ. ઉમાદત્ત ભટ્ટના નાના ભાઈ. બેસણું 26-5-19ને રવિવારે 5 થી 7. ઠે. 5/એ, ઈડનરોઝ સોસાયટી, બેવર્લી પાર્ક, પીવીઆર સિનેમાની બાજુમાં, મીરારોડ (ઈસ્ટ). બન્ને પક્ષ તરફથી બેસણું સાથે રાખેલ છે.

બાવીસી પંચાલ

બાવીસી (હાલ મુંબઈ) ભાંખોર સ્વ. જશવંતભાઈ ખોડીદાસ પંચાલ (ઉં.વ. 62) બુધવાર, 22-5-19ના શ્રીજીચરણ પામ્યા છે. ગં.સ્વ. હીરાબેનના પતિ. સ્વ. અમરતભાઈ, સ્વ. રમેશભાઈ, ગં.સ્વ. પ્રભાબેનના ભાઈ. યોગેશ, નીતા, જ્યોતિ, કલ્પનાના પિતાશ્રી. પ્રિતા, મુકેશકુમાર, રાકેશકુમાર, આશિષકુમારના સસરા. ક્રિષ્ના, પ્રણય, તમન્નાના નાના. અવનિશના દાદા. પ્રાર્થનાસભા 27-5-19ના સોમવારે 3 થી 6. ઠે. સ્વામિનારાયણ મંદિર હોલ, ગણેશ ગાવડે રોડ, પટેલ બિલ્ડિંગ, દેના બેંકની સામે, મુલુન્ડ (વેસ્ટ).

કપોળ

કરિયાણાવાળા હાલ સુરત કલાવતી નગીનદાસ જયંતીલાલ મહેતાના પુત્ર વિજય (ઉં. વ. 52) 20-5-19ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્મિતાના પતિ. દિવ્યા, સાગરના પિતાશ્રી. વિપીન, સંદિપ, નયના વિમલ ગાંધીના ભાઈ. જાફરાબાદવાળા નગીનદાસ ત્રિભોવનદાસ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા 26-5-19ના રવિવારે સાંજે 5 થી 7. ઠે: વર્ધમાન સ્થાનકવાસી જૈન મોટો ઉપાશ્રય, 5મે માળે, એસ. વી. રોડ, પારેખ ગલીના કોર્નર પાસે, કાંદિવલી વેસ્ટ. (લૌકિક પ્રથા બંધ છે).

કચ્છી ભાટીયા

ગં. સ્વ. મેનાબેન લક્ષ્મીદાસ આશર (ઉં. વ. 87) કાંદિવલી રહેવાસી તે સ્વ. ખીમજી (બેરીસ્ટર) સ્વાલીના પુત્રી. તે ધર્મેશભાઈ તથા જાગૃતિ મુકેશ કાપડિયાના માતુશ્રી. તે સ્વ. ગીતાબેનના સાસુ. તે ઐશ્ર્વર્યાના દાદી. તે એકતાના નાની. 23-5-19ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 26-5-19ના સાંજે 5 થી 6 નિવાસસ્થાને. ઠે: વી/503 ગોકુલ ગૌરવ કો.ઓપરેટીવ હા.સો., શિવાજી રોડ, કાંદિવલી (પ).

કડવા પાટીદાર

ગામ પલાસર હાલ કાંદિવલી અ. સૌ. ચંદ્રિકાબેન પ્રવીણભાઈ પટેલ (ઉં. વ. 59) 24-5-19 શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે નારાયણભાઈ તથા જયંતિભાઈ ફૂલચંદ પટેલના પુત્રવધૂ. તે ધ્રુવ મીત્તલ (રીંકી), નેહાના માતુશ્રી. તે કાશમીરાના સાસુ. તે દિનેશભાઈ, દિલીપભાઈ, સુનીલભાઈ, મહેશભાઈના ભાભી. તે મંજુબેન, ગીતાબેનના ભાભીની પ્રાર્થનાસભા રવિવાર, 26-5-19ના સવારે 10 થી 12. ઠે: કોરા કેન્દ્ર હોલ, મેકડોનાલ્ડની પાસે, આર. એમ. ભટાડ રોડ, બોરીવલી (વેસ્ટ).

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

નાળીયેરી મોલી નિવાસી મહેશકુમાર (ઉં. વ. 39) 23-5-19ને ગુરુવારના કૈલાસવાસી થયેલ છે. તે શિવકુંવરબેન દુર્લભજી ઓઝાના પુત્ર તથા સ્વ. રસીકભાઈ, શશીકાંતભાઈ, બાબુભાઈ તથા જયાબેન દિનેશકુમાર જોષી, હંસાબેન રાજેશકુમાર ઉપાધ્યાયના ભાઈ. એકતા અને જયના પિતાશ્રી. ભટ્ટ કાંતાબેન પ્રભાશંકર લુણસાપુર હાલ રાજુલા નિવાસીના જમાઈ. છેલણા નિવાસી હરગોવિંદભાઈ જીવાભાઈના ભાણેજ. પ્રાર્થનાસભા 26-5-19ના રવિવારે 4 થી 6. ઠે: શ્રી કરસન લધુ નિસર હોલ, જૈન સ્થાનક, તુલિંજ ચાર રસ્તા, નાલાસોપારા ઈસ્ટ. ઉત્તરક્રિયા દેશ ખાતે રાખેલ છે. ઠે: નાળીયેરી મોલી 2-6-19ને રવિવારના સવારે 9 કલાકે.

મોટાબાર કડવા પાટીદાર સમાજ

ગામ લાઘણજ હાલ કાંદિવલી બાબુભાઈ નટવરલાલ પટેલ (ઉં. વ. 76) 24-5-19 શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. તે રવિ અને પ્રશ્ર્નાર્થના પિતા. તે હેતલના સસરા. તે સિદ્ધેશના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા 26-5-19 રવિવારે સાંજે 5 થી 7 નિવાસસ્થાને. ઠે: બી/302, હાયલેંડ વ્યુ, ચારકોપ ગાવ, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

દશા મેવાડા વૈષ્ણવ વણિક

મુંબઈ નિવાસી ગં. સ્વ. રસીલાબેન (મંજુ) ચંદ્રકાંત શાહ (ઉં. વ. 78) 24-5-19ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે કૈ.સવિતા અને ચંદુલાલ મુળજીભાઈ શાહના પુત્રી. તે સ્વ. ગોરધનદાસ ત્રિભોવનદાસ શાહના પુત્રવધૂ. તે ભાવના અને દિનેશના માતાશ્રી. તે મૃણાલીની અને દેવના દાદીમાની પ્રાર્થનાસભા રવિવારે, 26-5-19ને સાંજે 4 થી 6. ઠે: શ્રી લાડવાડી, 26-અ, વિઠ્ઠલભાઈ પટેલ રોડ, મુંબઈ-4.

કચ્છી લોહાણા

સ્વ. જવેરબેન કુંવરજી રૂપારેલના મોટા પુત્રવધૂ. ભારતીબેન (ઉં. વ. 63) તે અશોકભાઈ કુંવરજી રૂપારેલના ધર્મપત્ની. કચ્છ ગામ કુરીયાણીવાળા હાલે ચુનાભઠ્ઠી (સાયન) તે ગુરુવાર, 23-5-19ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયાબેન વૃજલાલ જેરામ ઠક્કર (ભુજવાળા)ના જયેષ્ઠ પુત્રી. તે ખુશાલના મમ્મી. તે સુધીરભાઈ તથા કલ્પનાબેન કિશોરભાઈ શા.ના મોટાબેન. તે સુરેશભાઈ, અરૂણભાઈ તથા સ્વ. રમેશભાઈના મોટા ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાસિનોર દશાનિમા વણિક

સ્વ. મણીબેન પુનમચંદ કડકીઆ (ટોકરશી)ના પુત્ર સુનીલ (ઉં. વ. 70) તે લતાબેનના પતિ. સૌરિન, નેહા, પાયલના પિતા. સલોમી, વિશાલભાઈ, અમિતભાઈના સસરા. લતાબેન જે. મોદી, સ્વ. શરદભાઈ કડકીઆના ભાઈ. સ્વ. તારાબેન મોહનલાલ મોદી (ખાંડીવાલા)ના જમાઈ 25-5-19ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું 27-5-19ના 5-30 થી 7-30. ઠે: પાટીદાર સમાજ, ફ્રેંચ બ્રિજ, મું.-7. લૌકિક પ્રથા બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

61hK8R2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com