21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોફોર્સ: સીબીઆઇએ વધુ તપાસની અરજી પાછી ખેંચી

નવી દિલ્હી: દિલ્હીની અદાલતમાંથી રૂ. ૬૪ કરોડના કટકી કૌભાંડ મામલે રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ બોફોર્સકાંડ મામલે વધુ તપાસ કરવાની અરજી સીબીઆઇએ ગુરુવારે પાછી ખેંચી હતી. સીબીઆઇએ ચીફ મેટ્રોપોલિટન નવીનકુમાર કશ્યપને જણાવ્યુ હતું કે પોતે ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૮ને દિવસે દાખલ કરેલી અરજી પાછી ખેંચવા માગે છે.

એ વખતે સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલે નવા પૂરાવા હાથ લાગ્યા હોવાથી એમણે વધુ તપાસની પરવાનગી માટે અરજી કરી છે.

સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે હાલ તેઓ અરજી પાછી ખેંચવા માગે છે અને આગળ કયાં પગલાં લેવા એ વિશેનો નિર્ણય પછી જણાવાશે.

દિલ્હી હાઇ કોર્ટે ૩૧ મે, ૨૦૦૫ના દિવસે બધા જ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને સીબીઆઇએ આ આદેશ સામે ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

હાઇ કોર્ટના આદેશને પડકારતા ૧૩ વર્ષ કેમ લાગ્યા હોવાનું કારણ જણાવીને સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અરજી ૨જી નવેમ્બર, ૨૦૧૮ના દિવસે એમ કહીને ફગાવી હતી.

જોકે, આ મામલે હજુ એક કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે અને સુપ્રીમ કોર્ટે સીબીઆઇને એ કેસમાં મદદ કરવા જણાવ્યું છે.

સીબીઆઇએ ૨૦૦૫માં ૯૦ દિવસમાં હાઇ કોર્ટના આદેશને ન પડકારતા અજય અગરવાલ નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી અને એ કેસ હજુ ચાલું છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

767P0a5p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com