13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાકિસ્તાનના રૂપિયાનું શીર્ષાસન

ઇસ્લામાબાદ: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે ગત સપ્તાહ દરમિયાન સરકારે છ અબજ ડૉલરના બેઇલઆઉટ કરાર પર પ્રારંભિક સહી કર્યા બાદ ડૉલર સામે દેવાળિયા થઇ ગયેલા પાકિસ્તાનના રૂપિયાનું શીર્ષાસન થયું હતું અને એ નવી સૌથી નીચી સપાટીએ ગબડયો હતો.

ગુરુવારે સવારે પાકિસ્તાનનો રૂપિયો ડૉલર સામે ગબડીને ૧૪૭ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો.

આ સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનનો રૂપિયો ડૉલર સામે ૧૪૧ બોલાયો હતો. આ સાથે જ સરકારી અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને એમણે રૂપિયાને સ્થિર કરવા માટે કયાં પગલાં લેવા એ વિશે ચર્ચા કરી હતી.

ગયા સપ્તાહ દરમિયાન, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે થયેલા પ્રારંભિક કરાર દરમિયાન બજાર આધારિત એક્સચેન્જ રેટને અનુસરવાની વાત સ્વીકારી હતી.

અત્યારે પાકિસ્તાનની સેન્ટ્રલ બૅંક એક્સચેન્જ રેટ પર અધિકાર ધરાવે છે.

દેવાળિયું થઇ ગયેલું પાકિસ્તાન અત્યારે અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. એની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે, વિકાસ ઘટી રહ્યો છે અને ટ્રેડ ડેફિસિટ વધી રહી છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

jE8774
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com