26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાધ્વીની જીભડી કાબૂમાં રહેતી નથી
પ્રજ્ઞાસિંહે ગોડસેને ‘દેશભક્ત’ કહ્યા, પછી તરત જ માફી માગી

આગર માલવા (મધ્ય પ્રદેશ): ભોપાળની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને ગુરુવારે ‘દેશભક્ત’ કહેતા આ સાધ્વી ફરી વિવાદમાં ફસાયાં હતાં. બાદમાં, તેમણે પોતાનું આ નિવેદન પાછું ખેંચી લીધું હતું અને માફી માગી લીધી હતી. અગાઉ, ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ પ્રજ્ઞાસિંહ ઠાકુરના આ નિવેદન સાથે અસંમતિ દર્શાવી હતી અને તેમને જાહેરમાં માફી માગવા આદેશ આપ્યો હતો.ભાજપના મધ્ય પ્રદેશ એકમે જણાવ્યું હતું કે અમે પ્રજ્ઞાસિંહ ઠાકુરના આ નિવેદનની સાથે સહમત નથી. મહાત્મા ગાંધીના હત્યારાને ‘દેશભક્ત’ ગણાવી ન શકાય.

ભાજપનાં આ ઉમેદવારે એક ન્યૂસ ચેનલને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નથુરામ ગોડસે ‘દેશભક્ત’ હતો અને તેને ભવિષ્યમાં પણ ‘દેશભક્ત’ ગણવામાં આવશે. તેને ‘ત્રાસવાદી’ કહેનારા લોકોએ આત્મમંથન કરવું જોઇએ. આ ચૂંટણીમાં તેઓને જડબાતોડ જવાબ અપાશે.

અગાઉ, ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસને જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યા કરનારો નથુરામ ગોડસે સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ હિંદુ ત્રાસવાદી હતો.પ્રજ્ઞાસિંહ ઠાકુરને કમલ હસનના આ નિવેદનના સંબંધમાં પુછાયેલા

સવાલના જવાબમાં તેમણે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો.

અગાઉ, ભોપાળમાંના ભાજપનાં આ ઉમેદવારે મુંબઈમાં ૨૦૦૮માં થયેલા ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા આઇપીએસ અધિકારી હેમંત કરકરેનું મૃત્યુ પોતાના શાપથી થયું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તેમને આ નિવેદનના સંબંધમાં માફી માગવાની ફરજ પડાઇ હતી. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F7hk0r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com