26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નેપાળના કાંચનજંગા પર બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ

નેપાળના કાંચનજંગા પર્વત પર મૃત્યુ પામેલો પર્વતારોહક કુંતલ ક્ધરાર. તેના સાથી બિપ્લબ બૈદ્યનું પણ મૃત્યુ થયું હતું.



કઠમંડુ: વિશ્ર્વના ત્રીજા નંબરના સૌથી ઊંચા નેપાળના કાંચનજંગા પર્વતની નજીક બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયા છે. ઊંચાઈ પર પહોંચતી વખતે થયેલી માંદગી તેમના મૃત્યુનું કારણ હોવાનું એક અધિકારીએ ગુરુવારે કહ્યું હતું.

મૃત્યુ પામેલા આ બે પર્વતારોહકોમાં ૪૮ વર્ષીય બિપ્લબ બૈદ્ય અને ૪૬ વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો. બુધવારે રાત્રે કૅમ્પ-૪ની ઉપરના ભાગમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. શરીરના જરૂર કરતાં નીચા તાપમાન અને દૃષ્ટિ ગુમાવવા સહિતની આંખની તકલીફોને લીધે આ બન્ને પુરુષ પર્વતારોહકો ૮,૫૮૬ મીટર (૨૮,૧૬૦ ફૂટ)ની એક ટોચ પર પહોંચ્યા પછી વધુ ઊંચે જવા અસમર્થ હતા. ‘બિપ્લબે શિખર સર કર્યું હતું, પરંતુ કુંતલ એ પહેલાં જ માંદો પડી ગયો હતો અને ટોચ સુધી નહોતો પહોંચી શક્યો. તેઓ શિખરની નજીકથી નીચે ઉતરતી વખતે મૃત્યુ પામ્યા હતા,’ એમ બેઝ કૅમ્પ ખાતે નિયુક્ત નેપાળના પર્યટન મંત્રાલયના લાયઝન ઑફિસર મીરા આચાર્યએ પીટીઆઇને જણાવ્યું હતું.

સાથી-પર્વતારોહકોના જણાવ્યા મુજબ બન્ને પર્વતારોહકોને સાડાઆઠ હજાર મીટરની ઊંચાઈએથી નિર્મલ ‘નિમ્સ’ પૂર્જાની આગેવાનીમાં તે તેમ જ તેના સાથીઓ દ્વારા પ્રોજેક્ટ પૉસિબલના ભાગરૂપે નીચે લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે વાતાવરણ સહન ન થવાને પગલે માંદગી વધી જવાથી અંતિમ શ્ર્વાસ લીધા હતા.

આ બે પર્વતારોહકો પશ્ર્ચિમ બંગાળથી ગયેલા કુલ પાંચ પર્વતારોહકોની ટીમના મેમ્બર હતા, એમ પાસન્ગ શેરપાએ જણાવ્યું હતું.

આ બે ભારતીય પર્વતારોહકો ઉપરાંત જર્મનીના એક પર્વતારોહકને પણ વાતાવરણની ગંભીર અસર થઈ હતી. અસહ્ય હિમને કારણે તેની ચામડી ફાટી ગઈ હતી અને તેના શરીર પર સોજા થયા હતા. ચિલી દેશનો એક પર્વતારોહક બુધવાર સાંજ પછી કૅમ્પ-૪ ઉપર પહોંચ્યા બાદ ગુમ થઈ ગયો હતો. તેણે શિખર સર કર્યો હતો, પણ પછી સાથીઓને નહોતો દેખાયો. તેની શોધખોળ થઈ રહી છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5j4141l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com