6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિરવાણી, કોટક અને યાદવ ઈન્ડિયા-એ ટીમને કોચિંગ આપશે

મુંબઈ: બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)એ જાહેર કયુર્ં હતું કે ભારતનો ભૂતપૂર્વ લેગ-સ્પિનર નરેન્દ્ર હિરવાણી, રાષ્ટ્રની ટીમનો માજી વિકેટકીપર વિજય યાદવ અને રાષ્ટ્રીય સર્કિટની ક્રિકેટનો સિતારો સિતાંશુ કોટકની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ તથા શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણીમાં ઈન્ડિયા-એ ટીમના અનુક્રમે બૉલિંગ, ફિલ્ડિંગ અને બૅટિંગ કોચ તરીકે નિમણૂક કરાઈ છે.

નેશનલ ક્રિકેટ એકેડેમી (એન. સી. એ.)માં સ્પિન બૉલિંગના કોચ તરીકે કામગીરી બજાવેલ હિરવાણીએ ૧૭ ટેસ્ટ મેચની પોતાની કારકિર્દીમાં ૬૬ વિકેટ ઝડપી હતી તથા ૧૮ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લઈ ૨૩ વિકેટ મેળવી હતી.

કોટક સૌરાષ્ટ્રનો ચેતેશ્ર્વર પૂજારાના આગમન પહેલા શ્રેષ્ઠ બેટ્સમેન હતો જેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૩૦ મેચમાં રમી ૧૫ સદી અને ૫૫ અડધી સદી સહિત કુલ ૮,૦૬૧ રન કર્યા હતા તથા નિવૃત્તિ પછી તે સૌરાષ્ટ્રની ટીમને તાલીમ આપી રહ્યો છે.

યાદવ નીચલા ક્રમના બેટધર અને વિકેટકીપર તરીકે ૧૯૯૦ના દશકામાં એક ટેસ્ટ અને ૧૯ વન-ડે મેચમાં રમ્યો હતો અને તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૮૯ મેચમાં કુલ ૩,૯૮૮ રન નોંધાવ્યા હતા તથા ૨૩૭ કેચ પડ્કયા હતા અને ૪૬ સ્ટમ્પિંગ કર્યા હતા.

૫૧ વર્ષનો યાદવ ફરિદાબાદમાં ક્રિકેટ એકેડેમી ચલાવે છે અને હરિયાણાની રણજી ટીમનો કોચ છે. ગયા વર્ષે ભારતની ૧૯-હેઠળનાઓની ટીમના શ્રીલંકા ખાતેના પ્રવાસમાં તે ફિલ્ડિંગ

કોચ રહ્યો હતો.

----------------------------

ઈંગ્લિશ ક્રિકેટ મોવડીઓ ૧૦૦-બૉલની સ્પર્ધાને પ્રમોટ કરવાની ભૂલ કબૂલે છે



લંડન: ઈંગ્લિશ ક્રિકેટના સત્તાવાળાઓએ કબૂલ્યું હતું કે આવતા વર્ષે શરૂ થનારી ‘ધ હન્ડ્રેડ’ નામની ટૂંકી મુદતની નવી વિવાદાસ્પદ સ્પર્ધાને પ્રોસ્તાહિત કરવામાં તેઓએ ભૂલ કરી છે. ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડ (સી. સી. બી.)ની નવા ક્રિકેટ દર્શકોને આકર્ષવા ટીમ દીઠ ૧૦૦-બૉલની સ્પર્ધા રમાડવા માટેના સૂચાવ બદલ ભારે ટીકા કરવામાં આવી છે.

એવા સવાલ પૂછવામાં આવ્યા છે કે ટ્વેન્ટી-૨૦ મેચોની સફળતા પછી શું ભરચક કાર્યક્રમમાં કોઈ નવી ટૂંકી મુદતની સ્પર્ધાની જરૂર છે ખરી?

જુલાઈ ૨૦૨૦માં યોજાનાર પાંચ સપ્તાહના કાર્યક્રમની આ સ્પર્ધા માટે ટીમોના નામ તથા મથક હજી જાહેર કરાયા નથી.

"અમે સ્પર્ધાને પ્રોત્સાહિત કરવામાં ભૂલ કરી છે, એમ ઈ. સી. બી.ના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરીસને કહ્યું હતું.

ઈ. સી. બી.નો લાંબા સમયથી આગ્રહ રહ્યો હતો કે નવા યુગના ક્રિકેટ દર્શકો માટે આ સ્પર્ધા અગત્યની છે. સંશોધન પ્રમાણે છથી પંદર વર્ષની વચ્ચેના બ્રિટનના બાળકોમાંથી ફક્ત પાંચ ટકા પોતાના ટોચના બે ફેવરિટ સ્પોર્ટ્સમાં ગણે છે. (એ.એફ.પી.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

101766
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com