6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિરાટે બૅટ્સમેનો પર ત્રાટકવા આપેલી છૂટને લીધે જ આજે સફળ છું: કુલદીપ

કોલકાતા: ભારતના અગ્રણી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે કેપ્ટન વિરાટ કોહલી તેને બૉલિંગમાં આક્રમણ કરવાની છૂટ ન આપતા પોતે વિશ્ર્વ ક્રિકેટના મંચ પર બહુ સફળતા મેળવી શક્યો ન હોત.

"તમને એવા સુકાનીની જરૂર હોય છે જે તમને ટેકો આપે અને મોટા સ્તરે રમતી વેળા તમારી કાબેલિયતમાં વિશ્ર્વાસ મૂકે. કોહલી જો બૉલિંગમાં આક્રમણની છૂટ ન આપતે તો મને બહુ સફળતા પ્રાપ્ત ન થઈ શકી હોત, એમ કુલદીપે આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

કુલદીપ આઈ. પી. એલ.માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વતી આ વેળા રમ્યો હતો, પણ ઘરઆંગણે ઈડન ગાર્ડન્સની સરળ બૅટિંગ પિચના કારણે તે નવ મેચમાં ફક્ત ચાર વિકેટ (સરેરાશ ૭૧.૫૦) મેળવી શક્યો હતો અને સ્પર્ધાની છેવટની મેચોમાં તેને ટીમ બહાર રાખવામાં આવ્યો હતો.

૨૪ વર્ષના કુલદીપે કહ્યું હતું કે આગામી વર્લ્ડ કપમાં ભવ્ય દેખાવ નોંધાવી તે આઈ. પી. એલ.ની પોતાની નિષ્ફળતાને દૂર કરવા માગે છે.

"આઈ. પી. એલ. સ્પર્ધા વર્લ્ડ કપ કરતાં ઘણી જુદી છે, એમ કુલદીપે કહેતા ઉમેયુર્ં હતું કે તે હવે પરીપકવ બૉલર બની ચૂક્યો છે. (પીટીઆઇ)

---------------------------

પીટરસને ઈંગ્લૅન્ડની ટીમને ભૂતકાળની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ સાથે સરખાવી



નવી દિલ્હી: આઈ. સી. સી. વર્લ્ડ કપ પૂર્વે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લેન્ડની વર્તમાન ટીમને બે વાર વર્લ્ડ કપ જીતી ચૂકેલ ઑસ્ટ્રેલિયાની ‘મહાન’ ટીમ જોડે સરખાવી છે.

૩૮ વર્ષના પીટરસને ટ્વિટર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે ઈંગ્લેન્ડની હાલની વન-ડે ટીમ ઑસ્ટ્રેલિયાની મહાન ટીમ જેવી છે. તેણે સરખામણીમાં વધુમાં કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાની ટીમમાં મેથ્યુ હેડન, રિકી પોન્ટિંગ તથા એડમ ગિલક્રિસ્ટ જેવા ખેલાડી હતા અને ઈંગ્લેન્ડની ટીમમાં પણ જેસન રોય, જોની બેર્સ્ટોવ અને જોસ બટલર છે.

ઉપરોક્ત ત્રણે પીઢ બેટ્સમેન ૨૦૦૩ અને ૨૦૦૭ના વર્લ્ડ કપમાં રમ્યા હતા, જ્યાં ઑસ્ટ્રેલિયાની ટીમે ફાઈનલમાં અનુક્રમે ભારત અને શ્રીલંકાને હરાવી વર્લ્ડ કપ ઉપરાઉપરી બે વેળા જીત્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6153j0P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com