21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેએલ રાહુલ ચોથા નંબર માટેનો સારો વિકલ્પ બની શકશે: વેન્ગસરકર

નવી દિલ્હી: ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેન્ગસરકરનું એવું માનવું છે કે ઓપનર કેએલ રાહુલ ૩૦મી મેએ શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપમાં ચોથા નંબરના બૅટ્સમૅન તરીકે સારો વિકલ્પ બની શકે એમ છે, કારણકે બૅટિંગની બાબતમાં તેની પાસે બહુ સારી ટેક્નિક છે તેમ જ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં સફળ થવા માટે જરૂરી માનસિકતા પણ તે ધરાવે છે.

‘કર્નલ’ તરીકે જાણીતા વેન્ગસરકર ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ-સિલેક્ટરોમાં ગણાય છે. તેમને ખાતરી છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ આસાનીથી સેમી ફાઇનલમાં પહોંચી જશે અને ત્યાર પછી કપરી કસોટીનો સામનો કરવો પડશે.

વેન્ગસરકરે કહ્યું હતું કે ‘આપણી પાસે ઓપનિંગ માટે શિખર ધવન અને રોહિત શર્મા છે. વિરાટ વનડાઉનમાં રમશે. મને લાગે છે કે ચોથા નંબર માટે રાહુલ સારો વિકલ્પ બની રહેશે. એ સ્થાન પર સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન હોવો જોઈએ.’

જોકે, ચોથા નંબર માટે ઑલરાઉન્ડર વિજય શંકરનું નામ પણ બોલાય છે. (પીટીઆઇ)

---------------------------

વસીમ જાફર બંગલાદેશ બોર્ડની ઍકેડેમીનો બૅટિંગ-ક્ધસલટન્ટ બની ગયો



કોલકતા/મુંબઈ: ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન વસીમ જાફર બંગલાદેશની મીરપુર ખાતેની ક્રિકેટ ઍકેડેમીનો બૅટિંગ-ક્ધસલટન્ટ બની ગયો છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે તેને પોતાની આ ઍકેડેમીમાંના આ હોદ્દા માટે આમંત્રણ આપ્યું છે.

જાફરને મે ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધીનો એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ અપાયો છે.

જાફર શરૂઆતમાં અન્ડર-૧૬ તથા અન્ડર-૧૯ ટીમોને બૅટિંગ સુધારવા માટેની તાલીમ આપશે. ત્યાર પછી કદાચ તેને બોર્ડની હાઇ પર્ફોર્મન્સ યુનિટના બૅટિંગ-ક્ધસલટન્ટનો હોદ્દો આપવામાં આવશે.

એવું મનાય છે કે ૪૧ વર્ષીય જાફર બંગલાદેશના બૅટ્સમેનો સાથે વર્ષમાં છ મહિના વીતાવશે. જાફર ભારત વતી ૩૧ ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે ૧,૯૪૪ રન બનાવ્યા હતા. એમાં તેની એક ડબલ સેન્ચુરીનો સમાવેશ હતો. તે બે વન-ડે પણ રમ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4276600
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com