| ભયભીત પાકિસ્તાન સફાળું જાગ્યું |
| ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ બોલરોની ધુલાઈ કરી એટલે આમિરને વર્લ્ડ કપની ટીમમાં સમાવી લીધો |
|
|  કરાચી: ૩૦મી મેએ શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપના યજમાન ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ તાજેતરમાં એક ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં અને બે વન-ડેમાં પોતાના બોલરોની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી એને પગલે પાકિસ્તાને વિશ્ર્વકપ માટેની પોતાની ટીમમાં અનુભવી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મોહંમદ આમિરને સમાવી લીધો છે. એ ઉપરાંત, બૅટ્સમૅન આસિફ અલીને પણ સમાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
જોકે, આમિરને અછબડાંની બીમારી થઈ છે અને વર્લ્ડ કપ પહેલાં તે સાજો થઈ શકશે કે કેમ એમાં શંકા છે. કૅપ્ટન સરફરાઝ એહમદ અને કોચ મિકી આર્થર સહિતના પાક ટીમ મૅનેજમેન્ટે આમિરમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને તે વિશ્ર્વકપ પૂર્વે પૂરેપૂરો ફિટ થઈ જશે એવી આશા વ્યક્ત કરી હતી. |
|