31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

લોકલ ટ્રેનમાં જ્યેષ્ઠ નાગરિકોને થતી હાડમારી

વેસ્ટર્ન તેમ જ સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝન માટે અલાયદી બેઠકોની સગવડ રાખવામાં આવે છે, પરંતુ એ કોચમાં અન્ય મુસાફરો પ્રવાસ કરતા હોય છે. જેથી જયેષ્ઠ નાગરિકોને પ્રવાસ કરવામાં તકલીફ થાય છે. ઉપરાંત લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ સોલ્ડર બેગનો ઉપયોગ કરતા હોવાથી તેઓ પીઠ ઉપર અથવા આગળના ભાગ ઉપર બેગને લટકાવતા હોવાથી આસપાસના મુસાફરોને ખૂબ જ ત્રાસ થાય છે. ખીચોખીચ બૅગ ભરેલી હોવાથી અન્ય પ્રવાસીઓને ધક્કા લાગે છે. આવી બેગ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. આવી બેગને કારણે એક પ્રવાસીની જગ્યા રોકાય છે. સવાર- સાંજ ગીરદીના સમયે જે ત્રાસ થાય છે એ અનુભવ કરનારને જ ખબર હોય છે. જેવી રીતે પ્લાસ્ટિક બૅગ- ઝબ્બા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેમ આવી બૅગના ઉત્પાદન ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ.

- શાંતિલાલ બી. છેડા

લખમશી નપુ રોડ, માંટુગા (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૯.

દેવલાલીને જયેષ્ઠો માટે ફ્રેન્ડલી બનાવો

મધ્ય રેલવેની મુંબઈ મનમાડ લાઈનમાં નાશિક નજદીકનું દેવલાલી સ્ટેશન સેેનેટોરિયમનું પિયર છે જ્યાં અસંખ્ય સેનેટોરિયમ છે અને તેની સંખ્યામાં દર વરસે નવો ઉમેરો થતો રહે છે.

દેવલાલી સ્ટેશને આવતી જતી ગાડીઓમાં સિનિયર સિટિઝનો વિશેષ હોય છે. સ્ટેશન સ્વચ્છ ચોખ્ખુંચણાંક ખરું, પરંતુ સરસામાન સાથે પુલ ચઢવા- ઊતરવા પડે છે. હવે વહેલી તકે અહીં લિફ્ટો વસાવવી જ જોઈએ. જેથી રાહત થાય. બીજું, પ્લેટફોર્મ ઉપર સળંગ છાપરાંઓનો અભાવ છે. ત્રુટક ત્રુટક અહીં તહીં નજરે ચઢે. ચૈત્રના ભારે તડકામાં સેકાતા ઊભું રહેવું પડે છે. બેસવા માટે બેઠકોનો દુકાળ છે. ઊભાં રહેવા સિવાય બીજો વિકલ્પ નથી. રેલવે તંત્રે સુવિધા વધારવી રહી.

- કાંતિલાલ કેશવજી મોતા

સરોજિની નાયડુ રોડ, મુલુંડ (પ.), મુંબઈ-૪૦૦૦૮૦.

ચૂંટણી પ્રક્રિયા એટલી ખર્ચાળ બની ગઈ છે...

દેશમાં વધતી જતી મોંઘવારી અને રાજકારણમાં વધતા જતા ભ્રષ્ટાચારનુું સૌથી મોટું કારણ રાજકીય પક્ષોને મોટા મોટા ઔદ્યોગિક એકમો અને વ્યવસાયિક કંપનીઓ દ્વારા મળતું ફંડ છે. મોટી રકમનો ફંડ-ફાળો મેળવતા રાજકીય પક્ષો સત્તા ઉપર આવ્યા બાદ ઔદ્યોગિક એકમોને ભાવોમાં વધારો કરતાં અટકાવી શકતા નથી, તે એક કડવી વાસ્તવિકતા છે. ચૂંટણી ફંડ-ફાળો આપવાની સમગ્ર વ્યવસ્થામાં ધરમૂળમાંથી ફેરફાર કરવાની તાતી જરૂર છે. પરંતુ રાજકીય પક્ષોને હાલની વ્યવસ્થા એવી અનુકૂળ આવી ગઈ છે કે તેઓ તેમાં બદલાવ કરવા તૈયાર જ નથી. દરેક ચૂંટણીમાં ઉમેદવાર અને પક્ષ દ્વારા જે જંગી ખર્ચ કરવામાં આવે છે એ તમામ રકમનો સરવાળો કરવામાં આવે તો એનાથી તો અનેક લોકકલ્યાણની યોજનાઓ થઈ શકે અને દેશની ગરીબ પ્રજાનું કલ્યાણ થઈ શકે. ચૂંટણી પ્રક્રિયા જ એટલી ખર્ચાળ બની ગઈ છે કે નિ:સ્વાર્થ ભાવે દેશ સેવા કરવા માગતા સામાન્ય લોકો તો ચૂંટણીમાં ઊભા જ ન રહી શકે.

- મહેશ વી. વ્યાસ

આકેસણ ફાટક પાસે, મુ. પો. પાલનપુર-૩૮૫૦૦૧.

પબજી પર નેપાળમાં પ્રતિબંધ, અહીં શું?

તાજેતરમાં એક અખબારી અહેવાલ અનુસાર નેપાળ સરકારે બહુ ચર્ચિત ઈન્ટરનેટ ગેમ પબજી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પબજી ગેમ પર લાગેલા પ્રતિબંધને કારણે જો કોઈ આ ગેમ રમતું ઝડપાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. પબજી ગેમથી બાળકો અને યુવાનોના વ્યવહારો અને શિક્ષણ પર પડી રહેલી નકારાત્મક અસરોને ધ્યાનમાં લઈ આપણા દેશમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાની તાતી જરૂર છે.

- મહેશ વી. વ્યાસ

આકેસણ ફાટક પાસે, મુ. પો. પાલનપુર-૩૮૫૦૦૧.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

fj6w7p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com