6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોનાવલામાં રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં વિદ્યાર્થિનીનું મૃત્યુ

પુણે: લોનાવલાના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મુંબઈના અંધેરી વિસ્તારની ૧૭ વર્ષની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાની ઘટના બુધવારે બપોરે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈની સ્નેહા સદન આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓનું જૂથ એક દિવસની પિકનિક પર લોનાવલા ગયું હતું. મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીની ઓળખ નીલુ મ્હેત્રે તરીકે થઈ હતી. આ પ્રકરણે લોનાવલા સિટી પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી.

સ્કૂલના પ્રિન્સિપાલે પોલીસને આપેલા નિવેદન મુજબ ૮૭ વિદ્યાર્થી-વિદ્યાર્થિની બુધવારે પિકનિક પર લોનાવલાના રિસોર્ટમાં ગયાં હતાં.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બસમાં લોનાવલા આવ્યા હતા. પુણે-મુંબઈ હાઈવે પર આવેલા રિસોર્ટમાં વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના ચાર અધિકારી પણ હાજર હતા. કેટલાક વિદ્યાર્થી સ્વિમિંગ પૂલમાં ઊતર્યા હતા, જ્યારે મ્હેત્રે સ્વિમિંગ પૂલ નજીક ઊભી હતી.

બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ સ્વિમિંગ પૂલ નજીક એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. એકાએક ધક્કો લાગવાથી મ્હેત્રે અકસ્માતે પૂલમાં પડી હતી. તરતાં ન આવડતું હોવાથી વિદ્યાર્થિની ડૂબી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકતાં લાઈફગાર્ડે પણ પૂલમાં ઝંપલાવ્યું હતું. વિદ્યાર્થિનીને પૂલમાંથી બહાર કાઢી નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ડૂબવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

41p16kv1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com