26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૌમાર્ય પરીક્ષણનો વિરોધ કરનાર દંપતી સહન કરી રહ્યો છે સામાજિક બહિષ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એક તરફ વિશ્ર્વના અત્યાધુનિક માનવામાં આવતા મુંબઈમાં મહિલા સ્વતંત્રતા અને સક્ષમતાના ઘણા ઉદાહરણો જોવા મળશે ત્યારે બીજી બાજુ મુંબઈને અડીને આવેલા થાણેમાં મહિલાના કૌમાર્ય પરીક્ષણનો વિરોધ કરનાર દંપતી સામાજિક બહિષ્કારનો ભોગ બન્યું હતું અને તેમણે પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. આ પરિવારની ફરિયાદ બાદ થાણે પોલીસે બુધવારે ચાર વ્યક્તિની મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઑફ પિપલ ફ્રોમ સોશિયલ બૉયકોટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. વિવેક તમાઈચીકર નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની જાતિ પંચાયતે તેમનો સામાજિક બહિષ્કાર કર્યો છે. લગ્ન બાદ આવેલી નવવધૂ કુંવારી છે કે નહીં, તે અંગેનું પરિક્ષણ કરવાની આ જાતિમાં પ્રથા છે, જેનો આ પરિવારે વિરોધ કર્યો હતો. ફરિયાદી તમાઈચીકરે જણાવ્યું હતું કે સંપૂર્ણ સમુદાયે અમારો બહિષ્કાર કર્યો છે અને મારા દાદીના નિધન સમયે પણ કોઈ આવ્યું ન હતું, અલબત્ત તેમણે અન્ય એક પરિવારના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી અને મોટા અવાજે સંગીત વગાડ્યુ હતું. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ચાર વ્યક્તિ પર ગુનો નોંધ્યો છે, પરંતુ હજુ કોઈની ધરપકડ થઈ નથી. ઉલ્લેખનીય છે રાજ્ય સરકાર કૌમાર્ય પરીક્ષણને સજાને પાત્ર ગુનો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન રણજિત પાટીલે અગાઉ જણાવ્યું હતું કે કૌમાર્ય પરિક્ષણને જાતીય સતામણીનો ભાગ માનવામાં આવશે અને કાયદા અને ન્યાય વિભાગ સાથે વાત કરી આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવશે. આ પ્રકારની પ્રથા કાંજરભાત સમુદાયમાં ચાલી રહી હોવાનુ માનવામાં આવે છે. સમુદાયના અમુક યુવાનોએ આ પ્રથાનો વિરોધ કરવા ઑનલાઈન અભિયાન પણ ચલાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18Fv357
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com