6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શરદ પવાર મળ્યા ફડણવીસને, દુષ્કાળ મામલે ચર્ચા કરી
ઘાસાચારાની ગ્રાન્ટ રૂ. ૧૧૦ કરવાની માગ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના ચીફ શરદ પવારે દુષ્કાળ મામલે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. અજિત પવાર સહિત અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પવારે ફળની ખેતીમાં થયેલા નુકસાન, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અન્ય નિયોજન, પાણીનું નિયોજન, જાયકાવાડી ડેમની સમસ્યા વગેરે અંગે ચર્ચા કરી હતી. દુષ્કાળગ્રસ્ત ભાગમાં જાનવરોની છાવણી મોડી શરૂ કરવામાં આવી હોવાનું પવારે જણાવ્યું હતું. તેમણે માત્ર શેરડીનો ચારો ન દેતા અન્ય ચારા દેવા બાબત તેમ જ ચારાના અનુદાન માટે રૂ. ૯૦ને બદલે રૂ. ૧૧૦ આપવાની માગ પણ કરી હતી. તે બાદ ચંદ્રકાન્તદાદા પાટીલે અનુદાન રૂ. ૧૦૦ કરવાની તૈયારી બતાવી હતી. ફળના બાગ ઉજળી રહ્યા છે. ફળબાગની સમસ્યા ૨૫ વર્ષની સમસ્યા છે. પવારે ફડણવીસને જણાવ્યું હતું કે અમારી સરકાર હતી ત્યારે અમે રૂ. ૩૫,૦૦૦ આપ્યા હતા તે પ્રમાણે તેમણે પણ ફળબાગની નુકસાની બદલ વળતર આપવું જોઈએ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની વહેંચણીમાં થતાં કૌંભાડો બંધ કરવામાં આવે તેવી માગ પણ પવારે કરી હતી. છાવણી ચાલુ કરવામાં આવી છે, પરંતુ જે સંસ્થાઓ છાવણી ચલાવે છે તેને પૈસા આપવામાં આવ્યા નથી. એક દિવસની છાવણી ચલાવવાનો ખર્ચ એક લાખ રૂપિયો છે. આ રીતે પૈસા ન મળે તો તેઓ મહિનાભર છાવણી કઈ રીતે ચલાવશે, તેવો સવાલ પણ પવારે કર્યો હતો. આ સાથે ખેડૂતોને પાકવીમાની રકમ ન મળી હોવાની ફરિયાદ પણ પવારે કરી હતી.

પવારે જાયકવાડી ડેમનું પાણી મરાઠવાડાને પણ આપવામાં આવે, નહીંતર બાષ્પીભવન થઈ જશે તેવું સૂચન કર્યું હતું. આ અંગે ફડણવીસે માહિતી મગાવી નિર્ણય લેવા જણાવ્યું હતું. આ સાથે ૨૩મી તારીખે લોકસભાનું પરિણામ જાહેર થાય તે બાદ કેન્દ્ર પાસેથી દુષ્કાળ માટે વધારે આર્થિક મદદ માગવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું.

ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન પવાર રાજ્યના દુષ્કાળગ્રસ્ત ભાગોની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમણે મુખ્ય પ્રધાન સામે ખરી સ્થિતિ શું છે, તેની રજૂઆત કરી હતી.

દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન પંકજા મુંડેએ મરાઠવાડામાં કેબિનેટની બેઠક યોજવાની માગ કરી હતી. અહીંની દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આમ કરવાની માગ તેમણે કેબિનેટની ઉપસમિતિમાં કરી હતી.

શુક્રવારે મનસે કરશે ખેડૂતોનું આંદોલન

સ્થાનિક રાજકારણીઓ દ્વારા ખેડૂતોના શોષણનો વિરોધ કરવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા શુક્રવારે થાણે ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ફેરીયાઓ દ્વારા ફૂટપાથ પર કેરીના નાખવામાં આવેલા સ્ટોલ મામલે મનસે અને ભાજપના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઈ હતી, તે બાદ આ વિરોધ પ્રદર્શનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના દસ નગરસેવક સહિત પદાધિકારીઓ સ્થાનિક ખેડૂતોને પોતાની પેદાશો વેચવા દેતા નથી. થાણેના ગામદેવી મેદાનમાં ખેડૂતો ભેગા થશે અને થાણે મ્યુનિસિપલિટી તરફ જશે. ગયા અઠવાડિયે થાણેના નૈપાડામાં કેરીના સ્ટોલ મામલે ભાજપ અને મનસેના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1025i6t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com